• Gujarati News
  • Government Failed To Prevent The Fraud In Scheme Manarega

મનરેગા યોજનામાં થતી ગેરરીતિ અટકાવવામાં સરકાર નિષ્ફળ: કોંગ્રેસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રની યુપીએ સરકારની મનરેગા યોજના અમલવારી માટે વર્ષ ૨૦૧૩-૧૪માં રૂ.૨૧૯.૯૦ કરોડ ગુજરાત સરકારને ફાળવી દીધા હોવા છતાં મનરેગા યોજના અન્વયે રાજ્યના અનેક જિલ્લાઓના શ્રમિકોને પૂરતું વેતન મળતું નથી અને મનરેગા યોજના અન્વયે થતાં કામોમાં મોટાપાયે ગેરરીતિ થઈ રહી હોવાના પુરાવા છતાં પગલાં ભરાતાં નથી એવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, મનરેગા જેવી યોજનામાં ગેરરીતિ અટકાવવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ અને નિષ્ક્રિય છે.