આરોગ્ય વિભગનો પરિપત્રઃ સરકારી તબીબોને માઇલેજ ભથ્થું મળશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના ઇન સર્વિ‌સ તબીબો(કોલેજના પ્રોફેસરો સિવાયના)ને તેમના કેટલાક વણઉકલ્યા પ્રશ્નોના કારણે છેલ્લા કેટલાક સમયથી મડાગાંઠ પડેલી હતી. તબીબોના મુદ્દાઓ પૈકીના માઇલેજ ભથ્થા મંજૂર કરવાનો આરોગ્ય વિભાગ તરફથી પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જેનો રાજ્યના ૪૦૦૦ ઉપરાંત તબીબોને લાભ મળશે.

આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના વિવિધ સરકારી હોસ્પિટલોના ઇનસર્વિ‌સ ડોક્ટરો દ્વારા તેમને સરકારી કામ માટે પોતાના કે ભાડાના વાહનમાં મુસાફરી કરવી પડતી હોય છે. પેટ્રોલ અને ડિઝલના જેમ ભાવ વધે તેમ રાજ્યનું નાણાં મંત્રાલય આ માઇલેજ ભથ્થામાં ફેરફાર કરતો ઠરાવ કરતું હોય છે. જેનો રાજ્ય સરકાર અન્ય અધિકારીઓને આ લાભ આપવામાં આવતો હોય છે.

તે મુજબ તબીબોને તેનો પૂરતો લાભ આપવામાં આવતો ન હતો. તેમના જવાબદાર અધિકારીઓ દ્વારા કનડગત થતી હતી. આથી ચૂંટણી અગાઉ ગુજરાત ઇનસર્વિ‌સ ડોક્ટર એસોસિએશનના આગેવાનો દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. તેઓએ અન્ય સરકારી અધિકારીઓને જે પ્રકારે લાભ આપવામાં આવે છે તે જ મુજબ તેમને પણ લાભ આપવો જોઇએ તેવી માંગણી કરાઈ હતી.

આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અધિક નિયામક દ્વારા જારી કરવામાં આવેલા આ પરિપત્રમાં જણાવ્યું છે કે, નાણાં વિભાગ દ્વારા ૨૮/૬/૧૨ના રોજ નક્કી કરવામાં આવેલા જોગવાઇઓ અને ગુજરાત મુલ્કી સેવા(મુસાફરી ભથ્થા)ના નિયમો મુજબ હવે ઇન સર્વિ‌સ તબીબોના માઇલેજ ભથ્થા મંજૂર થાય તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

માઇનોર કેનાલનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરવા હાઇર્કોટનો આદેશ
હવે તબીબો માટે કોઇ ગૂંચવાડો ઊભો નહી થાય
રાજ્યના નાણાં મંત્રાલય તરફથી આ અંગે ઠરાવ કરવામાં આવેલો હોય છે પરંતુ સરકારી તબીબો માટે તેનો જવાબદાર અધિકારીઓ તરફથી અમલ કરવામાં આવતો ન હતો. જેના કારણે તબીબોને સરકારી કામ માટે બહા જવાનું હોય તો ભારે આર્થીક નુકસાન વેઠવુ પડતુ હતુ. પરંતુ આ નિર્ણય લેવામાં આવતાં તબીબોને લાભ મળશે.
-ડો. ડી. કે. હેલૈયા, સેક્રેટરી, ગુજરાત ઇન-સર્વીસ ડોક્ટર એસો.