ઘર દીઠ રૂ.૧૦ ઉઘરાવી અનોખી સેવા કરતી ફ્લેટની મહિ‌લાઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગર્ભવતી ગરીબ મહિ‌લાઓને શીરો અને બાળકોને અભ્યાસમાં મદદ સહિ‌તના અનેક કાર્યો
શહેરના 'ક’ રોડ ઉપર આવેલી દ્વારકેશ રેસીડેન્સીનાં ૮ બ્લોકમાં ૧૪૦ ફલેટ આવેલા છે

ગાંધીનગર : ગાંધીનગર પાસે આવેલા વાવોલની દ્વારકેશ રેસીડેન્સીની મહિ‌લાઓ દ્વારા એક અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રવૃત્તિ છેલ્લા ઘણાં સમયથી ચલાવવામાં આવી રહી છે. તેમાં ફેલટના સૌ કોઇ પોતાનું યોગદાન આપી રહ્યાં છે. સામાન્ય દાનથી ભેગી થતી મોટી રકમ દ્વારા અનેક ગરીબોને લાભ મળી રહ્યો છે. આ પ્રેરણાદાયક સેવાની સુવાસ ગાંધીનગરમાં પ્રસરી રહી છે.

શહેરના 'ક’ રોડ ઉપર આવેલી દ્વારકેશ રેસીડેન્સીનાં ૮ બ્લોકમાં ૧૪૦ ફેલેટ આવેલા છે. બ્લોકદીઠ એક ગૃહિ‌ણી મળી ૮ બહેનોની ટીમ બનાવાઇ છે. તેમના દ્વારા એવુ નક્કી કરાયુ છે કે દર મહિ‌ને દરેક ફલેટની ગૃહિ‌ણીઓ પ્રતિ માસ રૂ.૧૦નું દાન પ્રતિધિને આપતી હોય છે. તેના દ્વારા દર મહિ‌ને અંદાજે રૂ.૧૨૦૦ નું બંડોળ એકત્ર થાય છે. આ રેસીડેન્સીની મહિ‌લાઓ દ્વારા ઘર દીઠ માત્ર ૧૦ રૂપિયા ઉઘરાવીને સમાજના તરછોડાયેલા ગરીબ વર્ગના જરૂરિયાતમંદ લોકોને મદદ કરી અનોખી સેવાનો યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. ૮ બહેનોની ટીમ એક મહિ‌ને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલી ગર્ભવતી ગરીબ મહિ‌લાઓને ચોખ્ખા ઘીનો શીરો ખવડાવે છે.

તે પછીના મહિ‌ને સરકારી શાળાના બાળકોને નોટબૂક-પાઠય પુસ્તકો અપાય ચે. અંધશાળાના બાળકોને તેમની જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવે છે. આગામી મહિ‌નાઓમાં પાંજરાપોળ અને વૃધ્ધાશ્રમના વડીલોને મદદરૂપ થવાનો કાર્યક્મ નક્કી કરાયો છે. આ પ્રકારે અગાઉથી નક્કી કરવામાં આવે છે કે કઇ સંસ્થામાં કેવી રીતે મદદરૂપ થવુ. સેવાના આ અનોખા કાર્યમાં રેસીડેન્સીની તમામ ગૃહિ‌ણીઓ જરાય કચવાટ વગર પોતાનું આર્થિ‌ક અને સેવાનું યોગદાન આપી રહી છે. ગાંધીનગરના ક-રોડ ઉપર આવેલા આ ફલેટમાં રહેતી મહિ‌લાઓએ આ બીડુ ઉઠાવ્યું છે અને હવે આ લોકો આ બીડું કાયમ રાખે છે કે નહીં તે જોવાનું રહ્યું છે.