વાયબ્રન્ટ ગુજરાત ૨૦૧પ: કાલે પીડીપીયુમાં કેમિકલ ઉદ્યોગની વૈશ્વિક પરિષદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાયબ્રન્ટ ગુજરાત ૨૦૧પ સમિટની પૂર્વ તૈયારી
ગાંધીનગર : પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિ‌ટી અને ગુજરાત કેમિકલ એસો.ના સંયુક્ત ઉપક્રમે તથા વાયબ્રન્ટ ગુજરાત ૨૦૧પ સમિટની પૂર્વ તૈયારીના ભાગરૂપે શુક્રવારે પીડીપીયુમાં બે દિવસીય ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન કેમિકલ ઈન્ડસ્ટ્રીનો આરંભ થઈ રહ્યો છે. જેનો મુખ્ય હેતુ કેમિકલ ઉદ્યોગ ક્ષેત્રે માનવ સંસાધનની માંગ અને તેના પુરવઠા વચ્ચે જે ખાઈ છે તે પૂરવાના મહત્ત્વપૂર્ણ પ્રયાસનો છે.

આ અંગે યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદને સંબોધતાં ગુજરાત કેમિકલ એસો.ના પ્રમુખ જૈમિન વસા, સમીર પટેલ પીડીપીયુના પ્રોફેસર રાઘવેન્દ્રએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સનું ધ્યેય કેમિકલ ઉદ્યોગ ક્ષેત્રના સાહસિકો, નિષ્ણાતો અને વિદ્યાર્થીઓને એક સાથે એક મંચ પર ભેગા કરી મંથન કરવાનો અને તેના અંતે જે નિષ્કર્ષ નીકળે તે રાજ્ય સરકારને નીતિવિષયક સૂચનરૂપે રજૂ કરવાનું રહેશે. કોન્ફરન્સનું ઉદ્ઘાટન રાજ્યના ઊર્જા‍ અને પેટ્રોલિયમ મંત્રી સૌરભ પટેલ કરાવશે.