તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરઢવમાં કિશોરીનું અપહરણ : મારામારીમાં એકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બે પરિવારો વચ્ચેના વિવાદમાં કિશોરીનું અપહરણ કરીને ગોંધી રખાઇ હતી
કિશોરીને છોડાવવા થયેલી ઝપાઝપીમાં મહિ‌લાને મોત મળ્યું

ગાંધીનગરનાં સરઢવ ગામે છેલ્લા ઘણા સમયથી બે પરિવારો વચ્ચે વિવાદ ચાલે છે. જેમાં એક પરિવારનાં બે શખ્સો દ્વારા મંગળવારે બપોરે એક ૧પ વર્ષિ‌ય કિશોરીનું અપહરણ કરાયુ હતુ. જેઓએ કિશોરીને સીમનાં એક ખેતરમાં લઇ જઇને શારીરિક અડપલા કર્યા હતા. બીજી તરફ આ શખ્સોને કિશોરીનું અપહરણ કરી જતા કિશોરીનાં એક સંબંધી જોઇ જતા તેમણે કિશોરીનાં પરીવારજનોને જાણ કરી હતી. જેનાં પગલે કિશોરનાં પરીવારજનોએ કિશોરીને રાખવામાં આવેલા સ્થળે પહોચી જઇને તેણીને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં બંને પક્ષે સામ સામે મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં ગીતાબેન સહદેવજી દેવડા નામની મહિ‌લાનું માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યુ હતુ. જો કે ગીતાબેનની હત્યા થઇ કે ઝપાઝપીમાં પડી જતા મોત થયુ તે અંગેની કોઇ ચોક્કસ માહિ‌તી મળી શકી નથી. આ ઘટનાની જાણ પેથાપુર પોલીસને કરાતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પોસ્ટ ર્મોટમનો રીપોર્ટ આવ્યા બાદ જ ગીતાબેનની હત્યા થઇ કે અકસ્માતે મોત થયુ તે અંગેનુ સત્ય બહાર આવશે. બીજી તરફ કિશોરી સાથે કાંઇ અજુગતુ બન્યુ કે કેમ તે અંગે તપાસ કરવા પોલીસ દ્વારા કિશોરીનું મેડીકલ ચેક અપ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

અપહરણકારોની ઓળખ થઇ ગઇ છે
કિશોરીનાં અપહરણ કરનાર બંને આરોપીઓની ઓળખ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. પરંતુ સામા પક્ષનાં આરોપો ગંભીર હોવાનાં પગલે પોલીસે હાલ પ્રાથમિક તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી કરવાનું મુનાસીબ માન્યુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો