ગિરના ખેડૂતો ઓર્ગેનિક કેસર કેરી વેચવા ગાંધીનગરમાં ઉમટયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગિરના ખેડૂતો ઓર્ગેનિક કેસર વેચવા ગાંધીનગરમાં ઊમટયા
- કૃષિભવનમાં ખેડૂતોને વિના મૂલ્યે બાગાયત વિભાગ દ્વારા વેચાણ વ્યવસ્થાની સુવિધા

કાર્બાઇડ વગરની આર્ગેનિક કેસર કેરીનું વેચાણ કરવા તાલાલા ગિરના ખેડૂતોએ ગાંધીનગરમાં ધામાં નાંખ્યા છે. રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા કૃષિભવન ખાતે વેચાણ વ્યવસ્થાની સુવિધા આપવામાં આવી છે. તેનાં કારણે ગિરના ૧૪ ખેડૂતોનાં પરિવારોમાં ખુશીની લાગણી પ્રવર્તે છે. ઉનાળામાં આરોગ્ય માટે કેરીને ઉત્તમ ફળ માનવામાં આવે છે. તેમાંએ ગુજરાતી પરિવારોમાં કેસર કેરી અતિ પ્રિય ફળ છે. સુખી-સંપન્ન અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારો પણ ઉનાળામાં કેરીનો સ્વાદ ચાખવાનું છોડતા નથી.
ઉનાળામાં કેરીના રસ વગર એક દિવસ પણ ન ચાલે તેવા કેરી રસીયાઓનાં આરોગ્યને હાનિકારક કાર્બાઇડ યુક્ત કેરીનું જિલ્લાલમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે.કેટલાક વેપારીઓ પ્રજાના આરોગ્યની પરવા કર્યા વગર ધંધામાં જંગી નફો કરી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરની પ્રજાને કાર્બાડ વગરની ઓર્ગેનિક કેરી બજાર કરતાં વ્યાજબી ભાવે મળી રહે અને પોતાને પોષણક્ષમ ભાવ મળે તેવા આશયથી તાલાલા ગિરના ૧૪ ખેડૂતો તેમના બગીચામાંની કેસરને ગાંધીનગરમાં સીધી લાવીને વેચી રહ્યાં છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...