તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગરઃ કાચાં-પાકાં લાયસન્સ માટે આજે આરટીઓ ચાલુ રહેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દિવાળીના તહેવારોની રજાઓમાં આરટીઓ ચાલુ રહેશે
- છેલ્લી તારીખ વીતી ન જાય તે માટે ખાસ આયોજન


દિવાળીના તહેવારોમાં ડ્રાઇવીંગ લાયસન્સની તારીખ વિતી જતી હોય તેવા અરજદારો માટે ખાસ સંજોગોમાં આવતી કાલ ૨ નવેમ્બરને શનિવારના રોજ લાયસન્સની કામગીરી માટે ગાંધીનગર આરટીઓમાં ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે એઆરટીઓ આર.એ.આચાર્યએ જણાવ્યું હતું કે, તમામ શનિવારે લાયસન્સ કઢાવવાની કામગીરી બંધ રહેતી હોય છે. પંરતુ દિવાળીના તહેવારોને અનુલક્ષી આવતી કાલ શનિવારે ગાંધીનગર આરટીઓમાં ખાસ લાયસન્સની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જેથી જે અરજદારોએ અગાઉ કાચુ અને પાકુ લાયસન્સ મેળવ્યું હશે અને તેની મુદત પુરી થવાની છેલ્લી તારીખ દિવાળીની રજાઓમાં આવતી હોય તેવા અરજદારો માટે ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

કારણ કે લાયસન્સની મુદત રજાઓમાં પુરી થઇ જાય તો અરજદારોને પુન-લાયસન્સ કઢાવવુ પડે. તેની ઝંઝટમાંથી મુક્તિ આપવા માટે કચેરીમાં લાયસન્સની કામગીરી થઇ શકશે. તે મુજબ શનિવારે કાચુ લાયસન્સ કઢાવવા માગતા અરજદારો કમ્પ્યુટર એક્ઝામ આપી શકશે અનેપાકા લાયસન્સ માટે શેન્શર ટ્રેક પણ ચાલુ રહેશે.