મૃત્યુનો પણ કોઈ ડર નહીં લાગે ગાંધીનગરના આ મૂક્તિધામમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મૂક્તિધામ પરીસરમાં આવેલી ભગવાનની તથા ઋષિઓની મૂર્તિ‌ઓ મૃત્યુનાં ભય સામે પ્રેરણાદાયી
'મૃત્યુમાં અમૃતમ ગમય’: મૃત્યુમાં પણ મંગલતાનું દર્શન કરાવતું ગાંધીનગરનું મૂક્તિધામ
માણસને જીવનમાં સૌથી મોટો જોકોઇ ભય હોય તો તે મૃત્યુનો છે. મૃત્યુ, નનામી, સ્મશાન જેવા શબ્દો સાંભળતા જ માણસનાં માનસપટ પર ગંભીરતાનાં છવાઇ જાય છે. પરંતુ ગાંધીનગર શહેર પાસે આવેલા સરગમ સ્મશાનની ભવ્યતા તથા પ્રાકૃતિક વાતાવરણને જોઇને મૃત્યુનાં ભયની ગંભીરતા ઓસરી જતી હોય તેવુ વાતાવરણ જોવા મળે છે. ઋષિઓ તથા ભગવાન વિષ્ણુનાં જુદા જુદા અવતારોની મૂર્તિ‌ઓથી શોભતું આ અનોખુ મૂક્તિધામ મૃત્યુમાં પણ મંગલતાનાં દર્શન કરાવે છે.
ભારતીય સંસ્કૃતિનાં વૈદિક સાહિ‌ત્યમાં મૃત્યુને જીવનનાં અંત તરીકે સ્વીકારવાને બદલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવાનાં દરવાજા તરીકે સ્વીકારવામાં આવ્યુ છે. પરમાત્માથી છુટો પડેલો જીવ જન્મથી મૃત્યુ સુધીનાં કાળ દરમિયાન કરેલા સારા કે ખરાબ કર્મોનાં આધારે મૃત્યુ નામનાં દરવાજામાં પ્રવેશીને બિજા જીવન સફર શરૂ કરે છે. જેને ભારતીય સંસ્કૃતિમાં પુર્નજન્મનાં સિધ્ધાંત તરીકે સ્વીકારવામાં આવ્યો છે.
અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...
તસવીરો: જગમાલ સોલંકી