હોળીની ખરીદીમાં ર્બોડની પરીક્ષાને લઇને મંદીનો માહોલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોળીનો તહેવાર નજીક આવતાની સાથે જ ગાંધીનગરની બજારો ધાણી, ખજૂર સિંગ-ચણાની હાટડીઓ લાગી ગઈ છે. પરંતુ આ વર્ષે હોળીનો તહેવાર થતા ધોરણ ૧૦-૧૨ની ર્બોડની પરીક્ષાને પગલે વાલીઓ તથા વિદ્યાર્થીઓની હોળી ફિક્કી બની ગઇ છે. જેના પગલે હાલ ગાંધીનગરમાં હોળીની ખરીદીમાં મંદિનો માહોલ જોવા મળી રહ્યો છે.

દર વર્ષે હોળી પૂર્વેના ૪-પ દિવસ અગાઉથી જ બજારોમાં ખજૂર, ધાણીની ખરીદી ચાલુ થઈ જાય છે. પરંતુ ચાલુ વર્ષે પરીક્ષાના પગલે બાળકોને હોળીની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. જેને પગલે વેપારીઓનો માલ સામાન પડી રહે તેવી ભીતી સેવાઈ રહી છે.