કેમ્બે રીસોર્ટમાંથી ૪ જુગારીઓની ૧.પ૦ લાખની રોકડ સાથે ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સેકટર ૨૧ પોલીસનાં ડી સ્ટાફે બાતમીનાં આધારે મોડી સાંજે રેડ કરી

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા પોલીસે જન્માષ્ટમીનાં દિવસોમાં ઠેર ઠેર દરોડા પાડીને મોટી સંખ્યામાં જુગારીઓને પકડી પાડયા હતા. ત્યારે શહેરનાં સેકટર ૨પમાં આવેલી હોટેલ કેમ્બે રીસોર્ટમાં જુગાર રમાતી હોવાની બાતમીનાં આધારે સેકટર ૨૧ પોલીસે દરોડો પાડીને રૂ. ૧.પ૦ લાખનાં મુદામાલ સાથે ૪ જુગારીઓની ધરપકડ કરી હતી. પોલીસે ચારેય જુગારીઓને સેકટર ૨૧ પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન જુગારની હાટડીઓ ધમધમવા લાગતા પોલીસની કામગીરી પણ આ દિવસોમાં વધી જાય છે. પોલીસ દ્ારા િજ્લ્લાનાં જુદા જુદા સ્થળો પરથી ચાલુ માસ દરમિયાન ૧૨૦થીવધુ જુગારીઓની જન્માષ્ટમીનાં દિવસોમાં ધરપકડ કરી હતી. જો કે કેટલાક તિન પતિનાં રસીકો જન્માષ્ટમી બાદ પણ પતા છોડવા તૈયાર નથી. ત્યારે સેકટર ૨પમાં આવેલા કેમ્બે રીસોર્ટનાં એક રૂમમાં જુગાર રમાતો હોવાની બાતમી સેકટર ૨૧ પોલીસ સ્ટેશનનાં ડી સ્ટાફ પીએસઆઇ વી પી સોલંકીને મળી હતી.

પીએસઆઇએ બાતમીનાં આધારે બુધવારે સાંજના સુમારે પોતાના સ્ટાફ સાથે કેમ્બે ખાતે દરોડો પાડીને જુગાર રમી રહેલા નરેન્દ્ર નારણભાઇ પટેલ (ઉનાવા), બાબુ રમણભાઇ પટેલ (ઉનાવા), રમણ વેલજી ચૌધરી ( બદપુરા માણસા) તથા વિનુજી બકાજી ચાવડા (રહે વાસણીયા મહાદેવ)ને પકડી લઇને તેઓ પાસેથી બાજી પર માંડેલા સહિ‌ત કુલ મળી રૂ. ૧,પ૦,૦૦૦ તથા ૪ મોબાઇલ કબજે કર્યા હતા. પોલીસે આ ચારેય જુગારીઓ સામે જુગારાધારાની કલમ હેઠળ ગુનો દાખલ ક રીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરગાસણ પાસેથી ૪ જુગારી પકડાયા

ગાંધીનગર પાસેનાં સરગાસણ સ્થિત પમ્પીગ સ્ટેશન પાસેનાં ખુલ્લા ખેતરમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીનાં આધારે ઇન્ફોસીટી પોલીસ દરોડો પાડીને જુગાર રમી રહેલા લાલજી ચતુરજી ઠાકોર (રહે દસક્રોઇ), મંથન જશવંતભાઇ પ્રજાપતિ (રહે નરોડા), શૈલેશ આભાજી ઠાકોર (રહે સરગાસણ) તથા ડાહ્યા છનાભાઇ મકવાણા(રહે નિકોલ અમદાવાદ)ની ધરપકડ કરી હતી. પોલીસે તેઓપાસેથી રૂ. પ૧૦૦ રોકડા કબજે લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.