'સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને સરકારની પીછેહઠઃ ભર્યુ આવું પગલું!

નર્મદા જિલ્લાના નાંદોદનું વિભાજન કરી નવો ગરૂડેશ્વર તાલુકો જાહેર થયો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Oct 29, 2013, 12:05 AM
formation of new tehshil garudeshwar from the narmada district

'સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલાન્યાસ સમયે વિરોધ થવાના ભયથી સરકારની પીછેહઠ
નર્મદા જિલ્લાના નાંદોદનું વિભાજન કરી નવો ગરૂડેશ્વર તાલુકો જાહેર થયો
કેવડિયા ડેવલપમેન્ટ ઓથો. રદ કરવાનો નિર્ણય
આદિવાસી ખેડૂતોના ૩૦ વર્ષ જૂના તમામ પ્રશ્નો ઉકેલાયા

એકતરફ સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલાન્યાસ માટેની ભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી છ ત્યારે કેવડિયા વિસ્તારના આદિવાસી ખેડૂતો દ્વારા પોતાના પડતર પ્રશ્નો સંદર્ભે વિરોધ વ્યક્ત કરવામાં આવતા સરકારે પીછેહઠ કરીને આખરે તેમની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. જેના ભાગરૂપે નાંદોદનું વિભાજન કરીને નવો ગરૂડેશ્વર તાલુકો જાહેર કરવામાં આવ્યો છે.

પ્રવક્તા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના અંતરિયાળ અને વન વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લામાં નાગરિકો છૂટાછવાયા તથા નાના ગામોમાં રહે છે. નાંદોદમાંથી ગરૂડેશ્વર નવો તાલુકો બનતા તેમાં ૯૪ ગામો અને ૮૮૧૯૧ જેટલી વસતીનો સમાવેશ થશે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

formation of new tehshil garudeshwar from the narmada district

રાજ્ય સરકાર દ્વારા સરદાર સરોવર ડેમ અને આજુબાજુના વિસ્તારના ભવિષ્યના આયોજન માટે કેવડિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી તેને પણ આ ખેડૂતોની રજૂઆતના પગલે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

formation of new tehshil garudeshwar from the narmada district

આ વિસ્તારના ખેડૂતોને નર્મદા મુખ્ય કેનાલમાંથી સિંચાઇ માટે વધારાનું પાણી આપવાની મંજૂરી આપવામાં આવી છે. છ ગામોના ખેડૂતોના જમીન સંપાદનના પ્રશ્ન મામલે વળતર પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. ગરૂડેશ્વર વયિર બનાવવાને કારણે ડૂબમાં જતી જમીનના પ્રશ્નો અંગે વળતર પેકેજ પણ મંજૂર કરવામાં આવ્યું છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

formation of new tehshil garudeshwar from the narmada district

કેવડિયા સરદાર સરોવર ડેમ પાસે નિર્માણ પામનાર સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું ૩૧મી ઓક્ટોબરે સરદાર જયંતીના દિવસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવશે. ડેમથી ૩.૩૨ કિ.મી.ના અંતર સાધુબેટ ઉપર આ પ્રતિમાનું નિર્માણ કરાશે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

formation of new tehshil garudeshwar from the narmada district

ખેડૂતોની શું માંગણી હતી
નાંદોદનું વિભાજન કરી ગરૂડેશ્વર તાલુકો બનાવવો, નર્મદા વિસ્થાપિતોના દાયકાઓ જૂના પ્રશ્નોનું નિરાકરણ આવે, કેવડિયા ડેવલપમેન્ટ ઓથોરિટીને રદ કરવી, આ વિસ્તારના ખેડૂતોને નર્મદા કેનાલ દ્વારા સિંચાઇ માટે પાણી આપવામાં આવે. આ તમામ પ્રશ્નોને મુખ્યમંત્રીએ ઉકેલની મંજૂરી આપી દીધી છે.
 
X
formation of new tehshil garudeshwar from the narmada district
formation of new tehshil garudeshwar from the narmada district
formation of new tehshil garudeshwar from the narmada district
formation of new tehshil garudeshwar from the narmada district
formation of new tehshil garudeshwar from the narmada district
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App