ગાંધીનગર: સગીરાનાં અપહરણ કેસમાં વિસતનાં શખ્સને પ વર્ષની કેદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વર્ષ ૨૦૧૨માં સગીરાનું અપહરણ કરી જઇને અમદાવાદમાં તરછોડી દીધી હતી

અમદાવાદનાં વિસત વિસ્તારમાં રહેતા એક શખ્સે વર્ષ ૨૦૧૨માં ગાંધીનગરની એક સગીરાનું કેફી પીણુ પિવડાવીને અપહરણ કર્યું હતું. આ કેસમાં ગાંધીનગર ર્કોટે આજે આખરી ચુકાદો આપતા આરોપી શખ્સેને પ વર્ષની સજા તથા રૂ. પ હજારનો દંડ ફટકાયો હતો. જેના પગલે આરોપી શખ્સેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી સગીર વયની કિશોરીઓને ભગાડી જવાનાં કિસ્સાઓ વધતા નાગરીકો માટે ચિંતાનો વિષય બન્યો છે. જેમાં સૌથી વધુ કિસ્સાઓ કલોલ તાલુકામાં નોંધાયા છે. દરમિયાન ગાંધીનગર કોર્ટ દ્વારા શહેરની ૧૩ સગીરાનું અપહરણ કરનાર શખ્સને પ વર્ષની કેદની સજા ફરમાવતો દાખલારૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતોનુંસાર ગાંધીનગર શહેરમાં રહેતી એક ૧૩ વર્ષિ‌ય કિશોરીને અમદાવાદનાં વિસત વિસ્તારમાં રહેતા નલેશ ઉર્ફે નિમેશ હિ‌મેન્દ્ર શાહ વર્ષ ૨૦૧૨નાં એપ્રિલ માસમાં શહેરનાં ઘ-૩ સર્કલ પાસે બોલાવી હતી. જયાંથી નિમેશે આ કિશોરીને રીક્ષામાં બેસાડીને કેફી પીણુ પિવડાવનીને બેભાન કરી અમદાવાદનાં મોટેરા વિસ્તારમાં લઇ ગયો હતો. જયાં એક ગેસ્ટ હાઉસમાં લઇ ગયા બાદ તરછોડી મુકી હતી. આ બનાવ બાદ ભોગ બનનાર કિશોરીનાં પિતાએ સેકટર ૭ પોલીસ સ્ટેશનમાં નિમેશ શાહ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

આ કેસની આખરી સુનવણી મંગળવારે ગાંધીનગર કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ સુનીલભાઇ પંડયાની દલીલો તથા પુરાવાને ધ્યાનમાં લઇને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૨૩પ(૨) હેઠળ ભારતીય દંડ સંહિ‌તાની કલમ ૩૬૩નાં ગુનામાં આરોપી નિમેશને પ વર્ષની કેદની સજા તથા રૂ. પ૦૦૦નો દંડ ચુકવવાની સજા કરી હતી. જો આરોપી દંડની રકમ ન ભરે તો ૬ માસની વધુ સજાનો ચુકાદો આપ્યો હતો.