• Gujarati News
  • Five Lac Families Will Wandering For Highsecurity Number Plate

હાઇસિક્યુરિટી નંબર પ્લેટના નિર્ણયથી પ લાખ કુટુંબ રઝળશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નંબર પ્લેટ એસો.ની ચીમકી: સરકાર નહીં વિચારે તો ટૂંકમાં આંદોલન

વાહનો પર હાઇસિક્યુરિટી નંબર પ્લેટના કોન્ટ્રાકટ એક જ વ્યક્તિને આપીને પ લાખ પેઇન્ટર સહિ‌તના કારીગરોના પરિવારોને રઝળતા કરી દેવાના સરકારના પગલાં સામે રવિવારે ગુજરાત નંબર પ્લેટ એસોસિએશનની લાલદરવાજા સ્થિત સરદાર બાગ ખાતે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાથી માંડીને અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. જો આ બાબતે સરકાર દ્વારા ફેરવિચારણા કરવામાં નહીં આવે તો આંદોલન કરવા સુધીના પગલાં ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ૧.પ૨ કરોડ વાહનો છે. આ જૂના વાહનો ઉપરાંત નવા વાહનો પર હવેથી હાઇસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે જ અમદાવાદ આર.ટી.ઓ.માં નવા ટ્રાન્સપોર્ટ વાહનોને હાઇસિક્યુરિટી નંબર પ્લેટ નાંખવાનો પ્રારંભ કરી દીધો છે. આ કામગીરી એક જ કોન્ટ્રાક્ટરને આપવાના વિરોધમાં ગુજરાત નંબર પ્લેટ એસોસિએશનની એક બેઠક રવિવારે બપોરે બે વાગ્યે સરદાર બાગ ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકની વિગતો આપતાં ગુજરાત નંબર પ્લેટ એસોસિએશનના પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં ગુજરાતભરમાંથી ૩૦૦ જણાંએ ભાગ લીધો હતો. સરકારના આ નિર્ણયના કારણે ગુજરાતમાં નંબર પ્લેટો બનાવનારા અને પેઇન્ટરો બેકાર થઇ જશે. અને આ પેઇન્ટરો સહિ‌તના લોકોના પ લાખ પરિવારો રઝળી પડશે તેવી ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા-વિચારણાના અંતે કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે.

ગાંધીનગર જિલ્લા નંબર પ્લેટ એસોસિએશનના પ્રમુખ ગુરુ પેઇન્ટર અને ગાંધીનગર કુડાસણ કલા નંબર પ્લેટના મિતેષ પટેલે જણાવ્યું હતું કે, નંબર પ્લેટોવાળા પેઇન્ટરો, રેડીયમવાળા, કમ્પ્યુટરવાળા, કલરવાળા, ફાઇબર, લોખંડ તેમ જ એલ્યુમિનિયમ પ્લેટો બનાવનારા ઉપરાંત એમ્બોજ નંબર પ્લેટના મશીનો બનાવતા ધંધાના રોજગાર બંધ થશે.