ચિલોડા પાસે કેમિકલ ભરેલી ટ્રકમાં આગ ભભુકી, લાખોનું નુકસાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-આગ ભભૂકતા લાખોનું નુકસાન:ટ્રકમાં ભરેલા કેમિકલ તથા ઓઇલનાં પીપ અથડાતાં આગ લાગ્યાની આશંકા

અમદાવાદનાં સરખેજ વિસ્તારમાંથી કેમીકલ, ઓઇલ તથા અન્ય સામાન ભરી બનાસકાંઠા તરફ જઇ રહેલી ટ્રકમાં ચિલોડા પાસે આગ લાગતા ટ્રક સહિ‌તનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ગાંધીનગર ફાયર બિગ્રેડને જાણ કરતા ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતોનુંસાર અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં આવેલા લાલજી મુળજી ટ્રાન્સપોર્ટની ટ્રક નં જીજે ૧૨ એક્સ ૨૪૩૨ બપોરનાં સુમારે સરખેજ વિસ્તારમાંથી કેમીકલનાં પીપ, ઓઇલનાં પીપ, કાપડ તથા દવા સહિ‌તનો સામાન લઇને સાંબરકાંઠા તથા સાંતેજ તરફ જવા નિકળી હતી. આ ટ્રક ગુરૂવારે ૪ વાગ્યાની આસપાસ ચિલોડા પાસેનાં પ્રાતિયા પાસે પહોચી ત્યારે ટ્રકમાં અચાનક આગ ભભુકી હતી. જેના પગલે ટ્રક ચાલકે ટ્રક રોડ સાઇડમાં રોકીને ટ્રકમાંથી કુદી ગયો હતો.
દરમિયાન જોતા જોતા આગે ગંભીરરૂપ ધારણ કરી લીધુ હતુ. આ અંગે ગાંધીગનર ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર મહેશભાઇ મોડ પોતાની ટીમ સાથે બે ફાયર ફાઇટર સાથે દોડી ગયા હતા. ફાયર ટીમે ટ્રક પર પાણીનો મારો ચલાવતા કેમીકલનાં કારણે આગને ફેર પડયો નહોતો. જેના પગલે ફોર્મનાં ૬ બાટલાનો ઉપયોગ કરી આગ કાબુમાં લીધી હતી.

આગળ જુઓ વધુ તસવીરો