• Gujarati News
  • Finance Department Allotment Neeed For Salary On New Places

નવી જગ્યાઓના પગાર માટે નાણાખાતાની મંજૂરી જરૂરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પગાર બાબતે એકસૂત્રતા જાળવવા નિર્ણય

ગુજરાત સરકારના નાણાં વિભાગની મંજૂરી વગર નવી જગ્યાના પગાર મંજૂર કરવાથી માંડીને જે તે જગ્યાના પગારધોરણની સુધારણા તેમ જ તે જગ્યાનું અપગ્રેડેશન ઉપરાંત એક પ્રકારની જગ્યાનું બીજી જગ્યામાં રૂપાંતર નહીં કરવા તાકીદ કરાઈ છે.

તંત્રમાં આવેલા વિવિધ વિભાગોમાં નવી જગ્યાઓના પગારધોરણ ઘડવા તથા પગારધોરણ સુધારવા અથવા જગ્યા અપગ્રેડ કરવાની બાબતોમાં એકસૂત્રતા જળવાય તેવા હેતુસર નાણાં વિભાગે આ નિર્ણય કર્યો છે.

વહીવટી વિભાગો દ્વારા જગ્યાના પગાર સુધારણા માટે પૂરતી ચકાસણી વગર કર્મચારી મંડળોની રજૂઆત કે ખાતાના વડાની ભલામણ સાથે સંમત થઇ નાણાં વિભાગને દરખાસ્ત મોકલવામાં આવતી હતી. આવી પરિસ્થિતિમાં જે તે જગ્યાને મળવાપાત્ર ખરેખર પગારધોરણ તે જગ્યાના ભરતી નિયમો, ભરતી સ્ત્રોત, ભરતી કરનાર સંસ્થાની કક્ષા, ભરતીની પધ્ધતિ, લઘુતમ શૈક્ષણિક લાયકાત, જગ્યાની કામગીરીનો પ્રકાર અને તેની કામગીરીનો વ્યાપ બઢતીની તકો, વહીવટી માળખામાં તેનું સ્થાન, જગ્યાની ઉપયોગીતા, અન્ય ખાતામાં તેવી જગ્યાઓનું પગારધોરણ વગેરે બાબતોને માપદંડ ગણી તેની ચકાસણી કરવાની રહે છે. પણ વહીવટી વિભાગો દ્વારા રજૂ થતી દરખાસ્ત ઉપરના માપદંડોને ધ્યાને લઇ ચકાસતા નથી.