સોશિયલ મીડિયા પર ‘ફેંકુ’ V/S ‘પપ્પુ’નો ટ્રેન્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-‘પોતાની લોકપ્રિયતા, બીજાને નીચા દર્શાવવા’ માટે સોશિયલ સાઇટ પર રાજકીય પક્ષો વચ્ચે ચાલતી સ્પર્ધા
-રાજકીય પક્ષો પ્રોફેશનલ માણસો પાસે વિવાદાસ્પદ સામગ્રી નેટ પર મૂકાવે છે

એક તરફ ભાજપમાંથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે ઉતાવળા થઈ રહ્યાં છે તો બીજી તરફ કોંગ્રેસમાંથી યુવા નેતા તરીકે રાહુલ ગાંધી પણ વડાપ્રધાન પદના દાવેદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન પદની ખુરશીની આસપાસ પરિક્રમા કરી રહેલા આ મહારથીઓના નામે સોશિયલ મીડિયામાં ભારે ઉહાપોહ જોવા મળે છે. સોશિયલ મીડિયામાં ટ્વિટર ઉપર મોદીને ‘ફેંકુ’ અને રાહુલ ગાંધીને ‘પપ્પુ’ તરીકે ચીતરવામાં આવી રહ્યાં છે. જેમાં તેમના વિશે બેફામ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.

જો સોશિયલ મીડિયા ઉપર નજર નાંખવામાં આવે તો સંખ્યાબંધ રાજકારણીઓ સામસામે આક્ષેપો કરીને વિવાદનો વંટોળ ઊભો કરતાં જોવા મળશે. ત્યારે ફેસબુક, ટિવટર અને બ્લોગના માધ્યમ દ્વારા ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું ડર્ટી પોલિટિકસ સોશિયલ મીડિયા પર ખુલ્લુ પડી ગયું છે. સૂત્રોની વાત માનીએ તો, પોતાના પક્ષનો પ્રચાર કરવા અને સામા પક્ષને નીચો દેખાડવા માટે રાજકીય પક્ષો પેઈડ ટીમો રાખીને તેમને જરૂરી સાધન સામગ્રી આપીને સોશિયલ મીડિયા પર બેફામ રીતે ફોટો, વીડિયો અને લખાણો વહેતા કરે છે. સાથે જ પક્ષના કાર્યકરોને તાલીમ આપીને સોશિયલ મીડિયામાં ફેંક એકાઉન્ટ દ્વારા આવી સ્ક્રીપ્ટ ફરતી કરાય છે.

આગળ વાંચો અગ્રણી પક્ષો એકબીજાના નેતા વિશે કેવી કેવી પોસ્ટ અને ટ્વીટ કરી રહ્યા છે