તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીએસએનના થાંભલાના કારણે ગાંધીનગરમાં રોગચાળાની દહેશત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- થાંભલા કાઢી લીધા બાદ નહીં પુરાયેલા ખાડા પુરવા અને થાંભલા દૂર કરાવવાની બીએસએનએલને ફરજ પાડવા મેયરનો કલેક્ટરને પત્ર
ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અને સેક્ટરોમાં નીચે પડેલા બીએસએનએલના થાંભલા મચ્છરજન્ય રોગચાળો ફેલાવે તેવી દહેશત વર્તાઇ રહી છે. અંડરગ્રાઉન્ડ લાઇનો નાખ્યા બાદ ટેલીફોનના અનેક થાંભલા ગમે ત્યાં પડયાં છે. તે ટ્રાફિકમાં અડચણરૂપ ઉપરાંત તેમાં વરસાદી પાણી ભરાઇ રહેવાના કારણે મચ્છર ઉત્પન કેન્દ્રો બની રહ્યાં છે. જેથી તાકિદે તેને હટાવવાનો આદેશ કરવા મેયર મહેન્દ્રસિંહ રાણાએ જિલ્લા કલેક્ટર પી.સ્વરૂપને પત્ર લખી વિનંતી કરી છે.
મેયર રાણાએ પત્રમાં જણાવ્યુ છે કે શહેરના મોટાભાગના સેક્ટરોમાં બીએસએનએલના થાંભલા અનેક સોસાયટીઓ અને માર્ગો ઉપર પડયાં છે. તે ટ્રાફિકને અડચણ રૂપ થઇ રહ્યાં છે. ઉપરાંત થાંભલા કાઢયા પછી તેના ખાડા પુરવામાં આવ્યા નથી તેમાં વરસાદી પાણીનો ભરાવો થઇ રહ્યો છે. જ્યારે થાંભલાના પોલાણમાં વરસાદી પાણી ભરાઇ રહ્યું છે. તેમાં મચ્છરોના પોરા થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાથી શહેરમાં રોગચાળો પેલાઇ શકે છે.
આ બાબતે બીએસએનએલના જનરલ મેનેજરને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં થાંભલાને હટાવવાની કારમગીરી કરવામાં આવતી નથી. આવા બિન ઉપયોગી થાંભલા હટાવી તેના ખાડા પુરી દેવા માટે જરૂર પડે તો બીએસએનએલ તંત્રને ફરજ પાડવા દરમિયાનગીરી કરવા મેયરે કલેક્ટરને જાણ કરી છે.