ગાંધીનગરમાં કુદરતી મોત કરતા બિમારીનાં કારણે મોતને ભેટનારની સંખ્યા વધારે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શહેર તથા આસપાસનાં વિસ્તારમાં છેલ્લા ૧૦ માસમાં ૩૮૧ લોકોનાં બિમારીનાં કારણે મોત
દેશમાં ભૌતિક મેડીકલ ક્ષેત્રમાં વિકાસ પહેલા એક એવો સમય હતો કે જયારે રોગચાળો ફાટી નિકળવાના કારણે મોટી સંખ્યામાં લોકો મોતનાં મુખમાં ધકેલાઇ જતા હતા. જયારે આજે મેડીકલ ક્ષેત્રની અસામાન્ય સિધ્ધીનાં કારણે અકાળે મોતની સંખ્યામાં નોંધનીય ઘટાડો નોંધાયો છે. તેમ છતા ગાંધીનગર શહેર તથા આસપાસનાં વિસ્તારમાં છેલ્લા દશ માસ દરમિયાન નોંધાયેલા મૃત્યુની સંખ્યા પર નજર કરીએ તો ઉમરનાં કારણે મોતને ભેટનાર કરતા બિમારીનાં કારણે મોતનાં મુખમાં ધકેલાઇ જનાર લોકોની સંખ્યા વધારે જોવા મળી છે.
રાજયમાં વધતી જતી મેડીકલ સેવા તથા હોસ્પિટલોની સંખ્યા વચ્ચે આજે પણ મોટી સંખ્યામાં લોકો બિમારીનાં કારણે મોતને ભેટી રહ્યા છે. જેમાં ઘણા દર્દીઓ સારવાર પહેલા મૃત્યુ પામે છે તો કેટલાંક દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર દરમિયાન મોતનાં મુખમાં ધકેલાઇ જાય છે. આ પ્રકારની બિમારીઓમાં હ્યદય રોગ, કેન્સર જેવી બિમારીમાં મૃત્યુને ભેટનારની સંખ્યા વઘારે છે.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...
તસવીરો: જગમાલ સોલંકી