ચાલો વોટ કરીએ... સાચી સરકાર ચૂંટીએ, વાતાવરણ બન્યુ ચૂંટણીમય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ચાલો વોટ કરીએ... સાચી સરકાર ચૂંટીએ
- ચૂંટણીના ૭મા તબક્કામાં નવ રાજ્યોની ૮૯ બેઠકો પર વોટિંગ
- સોનિયા, રાજનાથ, અબ્દુલ્લા, રાબડી દેવીનું ભાવિ નક્કી થશે
- છઠ્ઠા તબક્કામાં ૩૯૪ બેઠકો માટે મતદાન થઈ ચૂક્યું છે
લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીઓના સાતમા તબક્કામાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો માટે બુધવારે મતદાન યોજાશે. ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર અને રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના વારાણસી ઉપરાંત વડોદરા બેઠક પરથી પણ ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે તેમના સહિ‌ત કુલ ૩૨૨ ઉમેદવારોના ભાવિ રાજ્યના કુલ ૪.૦પ કરોડ મતદારો દ્વારા બંધ કરશે જે ૧૬મી મેના દિવસે નક્કી થવાના છે. કાળઝાળ ગરમી સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં યોજાનારા આ મતદાન દરમિયાન મહત્તમ મતદાન થાય તે માટે રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ચૂંટણી તંત્રએ પણ અથાક પરિશ્રમ કર્યો છે.
ખાસ કરીને ચૂંટણી તંત્રએ તમામ મતદાન કેન્દ્રો પર પીવાના પાણીની વ્યવસ્થાથી માંડી મતદાન દરમિયાન કોઈ મતદારની તબિયત કથળે તો તરત સારવાર માટેની પણ વ્યવસ્થા કરી છે. આ વખતની ચૂંટણીમાં સમગ્ર રાજ્યનું ધ્યાન વડોદરાની બેઠક પર રહેશે જ્યાંથી નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને એઆઈસીસીના સભ્ય મધુસૂદન મિસ્ત્રીએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આ ઉપરાંત, રાજ્યમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, દિનશા પટેલ, ભરત સોલંકી, તુષાર ચૌધરી, સોમા ગાંડા પટેલ, વિક્રમ માડમ, પૂનમ માડમ, વિઠ્ઠલ રાદડિયા, લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ ઉમેદવારોના ભાવિ પણ ઈવીએમમાં સીલ થશે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...