ચૂંટણીપંચનો સપાટો : આચાર સંહિ‌તાનો ભંગ કરતી ૧૨૦૦૦ પત્રિકા જપ્ત કરાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરનાં કેપિીટલ ઓફસેટમાં વાંધાજનક પત્રિકાઓ હોવાની બાતમીનાં આધારે દરોડો

શહેરમાં આવેલા કેપીટલ ઓફસેટમાં આચારસંહીતાનો ભંગ કરતી પત્રિકા છપાતી હોવાની માહિ‌તીનાં આધારે ચુંટણી પંચની ફ્લાઇગ ટીમે દરોડો પાડીને વાધાંજનક લખાણવાળી ૧૨૦૦૦ પત્રિકાઓ જપ્ત કરી હતી. જેમાં પત્રિકાનો ઓર્ડર આપનાર એક શખ્સ સામે પણ આચારસંહિ‌તા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ગાંધીનગર સહિ‌ત ગુજરાતભરમાં આગામી ૩૦મી એપ્રિલનાં રોજ યોજાનારી લોકસભાની ચુંટણીને ચુંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિ‌તાનાં પાલન માટે વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. જેમાં ફ્લાઇગ સ્કવોડ્સ તથા સ્ટેટીસ્ટીક સર્વેલન્સ ટીમો તૈનાત કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે.

દરમિયાન ગાંધીનગર ઉતરમાં કાર્યરત ચુંટણી પંચની ફ્લાઇગ સ્કવોડ-૪નાં ઇન્ચાર્જ અશોકભાઇને બાતમી મળી હતી કે શહેરમાં આવેલા કેપીટલ ઓફસેટમાં હિ‌તેષ પુરોહીત નામનાં શખ્સ દ્વારા આચારસંહિ‌તાનો ભંગ કરતી પત્રિકાઓ છપાવવામાં આવી છે. આ બાતમીનાં આધારે શનિવારે સ્કવોડે કેપીટલ ઓફસેટ પર દરોડો પાડીને આચાર સંહિ‌તાનો ભંગ કરતી વાંધાજનક ૧૨૦૦૦ પત્રિકાઓ જપ્ત કરી હતી. આ બનાવમાં પત્રિકાઓ છપાવનાર હિ‌તેષ પુરોહીત સામે સેકટર ૨૧ પોલીસ સ્ટેશનમાં આચાર સંહિ‌તા ભંગનો ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

ચુંટણીને ધ્યાને લઇને જાહેરનામું જાહેર કરાયુ છે
ગાંધીનગર લોકસભા બેઠક પર આગામી ૩૦મી એપ્રિલનાં રોજ યોજાનાર ચુંટણીને લઇને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યુ છે. જે મુજબ ચુંટણીનાં દિવસે કોઇ પક્ષનાં ઉમેદવારો કે પક્ષનાં માણસો મતદાન બુથનાં ૧૦૦ મીટરનાં પરીઘમાં પ્રચાર નહી કરી શકે, મતદાન કરવા આવતા નાગરીકોને ગેરમાર્ગે દોરવા વિનંતી કરતા તે ધમકી આપતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગેનો વટહુકમ આગામી દિવસોમાં જાહેર કરાશે.

સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેવાઇ
રાજકીય પક્ષોનાં ચુટણીલક્ષી ખર્ચો પર દેખરેખ રાખવા માટે ગાંધીગનર મતવિસ્તારમાં એક્સ્પેન્ડીચર ઓબર્ઝરવર તરીકે પ્રવિણકુમારની નિમણુંક કરવામાં આવી છે. પ્રવિણકુમારે શુક્રવારે આ બેઠક પરનાં ખર્ચની દ્રષ્ટિએ સંવેદનશિલ ગણાતા મત વિસ્તારો સાબરમતી, ઘાટલોડીયા, વેજલપુર તથા નારણપુરા સહિ‌તનાં વિસ્તારોની મુલાકાત લઇને ફ્લાઇગ સ્કવોડ તથા સ્ટેટીસ્ટીક સર્વેલન્સ ટીમોની કામગીરીની સમિક્ષા કરી હતી.

વ્યવસ્થા જાળવવા મતદારોને અપીલ
ચુંટણીનાં દિવસે મતદાનની કામગીરી સુપેરે પાર પડે તે માટે ચુંટણી તંત્ર દ્વારા મતદાતાઓને જાહેર અપીલ કરવામાં આવી છે. જેમાં મતદાન મથક પર વ્યસ્થા જળવાય તે માટે લાઇનોમાં ઉભા રહીને સહકાર આપવા ઉપરાંત મતદાન કરી લીધા મતદાન મથકની આસપાસ ટોળા ન કરવા વિનંતી કરાઇ છે.