• Gujarati News
  • Education Minister Command To Start Vocational Courses

રોજગારલક્ષી અભ્યાસક્રમ શરૂ કરવા શિક્ષણમંત્રીનો આદેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બીબાંઢાળ કોર્સને તિલાંજલિ આપી નવા સુધારાની હિ‌માયત

રાજ્યની તમામ સરકારી યુનિવર્સિ‌ટીઓના કુલપતિઓ સાથે શુક્રવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક યોજી હતી. તેમણે સરકારી યુનિવર્સિ‌ટીઓમાં ચાલતા બીબાંઢાળ કોર્સને બદલીને રોજગારલક્ષી કોર્સ અમલમાં મૂકવાની તાકીદ કરી હતી. તેમણે દરેક યુનિવર્સિ‌ટીઓના આંતરિક પ્રશ્નોની પણ ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવાની કુલપતિઓને ખાતરી આપી હતી.

આ બેઠકમાં શિક્ષણમંત્રીએ તમામ યુનિવર્સિ‌ટીઓના કેટલી ખાલી જગ્યા છે, કેટલી જગ્યાઓ ભરવાની તાતી જરૂરિયાત છે. યુનિવર્સિ‌ટીઓના કુલપતિઓએ તેમને સતાવતા યુનિવર્સિ‌ટીઓના વહીવટી પ્રશ્નોની ચર્ચા કરી હતી. શિક્ષણમંત્રીએ આ પ્રશ્નોનો કઇ રીતે ઉકેલ લાવવો તેની વિચારણા દરેક કુલપતિઓ સાથે કરવા દરેકને ટૂંકસમયમાં મળવાનું નક્કી કર્યુ છે. તેમણે કુલપતિઓને વર્ષોથી ચાલ્યા આવતા બીબાંઢાળ અભ્યાસક્રમોને બદલે યુવાનો નોકરી મેળવી શકે તેવા તાલીમી અભ્યાસક્રમો અમલમાં મૂકવાનો આદેશ આપ્યો હતો.

હાલમાં ચાલતા કોમર્સ, આર્ટસ, સાયન્સ જેવા અભ્યાસક્રમોને કઇ રીતે વધારે સુદઢ અને વર્તમાન સમયને અનુકૂળ બનાવવાની દિશામાં કાર્ય કરવાની હિ‌માયત કરી હતી. દરેક યુનિવર્સિ‌ટીઓને સંશોધન અને નવીનીકરણ પર ભાર મૂકવાની શિક્ષણમંત્રીએ અપીલ કરી હતી. શિક્ષણમંત્રીએ કુલપતિઓને આવી સંકલન બેઠક અવારનવાર યોજાશે તેની પણ જાણકારી આપી હતી.