તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટનગરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી : નવા વર્ષને આવકાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર શહેરભર તથા કલોલ, માણસા અને દહેગામમાં ફટાકડા ફૂટયાં, મીઠાઈ વહેંચાઇ:
દિવાળી અને બેસતા વર્ષે મંદિરોમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની ભીડ


પ્રકાશપર્વ દિવાળીની નગરવાસીઓએ પરંપરાગત ઉજવણી કરી હતી. વસાહતીઓએ હર્ષભેર નવા વર્ષને આવકાર્યું હતું. દિવાળી અને બેસતા વર્ષે વહેલી સવારે નગરજનોએ મંદિરોમાં દર્શન કરી ભગવાનના આર્શીવાદ મેળવ્યા હતા. લોકોએ ફટાકડા ફોડીને અને મીઠાઈઓ વહેંચીને અકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. બે દિવસની રજા આવતાં કેટલાક નગરજનો પરિવાર સાથે બહાર ફરવા જવાના કાર્યક્રમો પણ ઘડી નાખ્યા હતા. દિવાળીની મોડી રાત સુધી લોકોએ ખરીદી ચાલુ રાખતાં વેપારીઓ અને દુકાનદારોની દિવાળી સુધરી ગઈ હતી.

મહિ‌નાઓથી દિવાળીની ખરીદી માટે નગરજનોએ આયોજનો કરી રાખ્યાં હતાં. નગરજનોએ મોડી રાત સુધી જાતજાતના ફટાકડા ફોડીને તહેવાર ઉજવ્યો હતો. વિવિધરંગી અને જુદા જુદા અવાજવાળા ફટાકડાને કારણે આકાશમાં રોશની કરાઈ હોય તેવાં દૃશ્યો જોવા મળતાં હતાં. આબાલવૃદ્ધ, સૌના પ્રિય તહેવારમાં ગાંધીનગરમાં અનેકો ઉત્સાહ જોવા મળ્યો હતો. નગરવાસીઓએ દિવાળીની મોડી રાત સુધી કપડાં, મીઠાઈ અને ફટાકડાની મુખ્ય ખરીદી ચાલુ રાખતાં વેપારીઓ અને દુકાનદારોની દિવાળી સુધરી ગઈ હતી. જોકે, મંદી, મોંઘવારી અને ભાવવધારાને કારણે ગયા વર્ષ કરતાં ઓછી ખરીદી કરાઈ હોવાનું વેપારીઓ કહી રહ્યા છે.

બેસતા વર્ષે લોકોએ નગરનાં વિવિધ મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગાંધીનગરનાં પંચદેવ મંદિર, અક્ષરધામ, દિવાળીના તહેવારોમાં આમેય લોકો રજાઓનો મેળ કરવામાં વ્યસ્ત હોય છે ત્યારે સળંગ રજાઓનો મેળ પાડીને કેટલાક સરકારી કર્મચારીઓએ બહારગામ દિવાળી ઉજવવાના કાર્યક્રમો ઘડી કાઢયા હતા. સચિવાલય, જૂનું સચિવાલય, કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા, ર્કોટ, પાટનગર યોજના ભવન, ગુડા સહિ‌તની મહત્ત્વની સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ સુમસામ ભાસી રહી છે. હવે ખરા અર્થમાં તો તા.૧૧મીથી તમામ કચેરીઓ ધમધમતી થશે.
ગાયત્રી મંદિર, સિંધુભવન, દત્તમંદિર, અડાલજના શનિમંદિર સહિ‌તનાં ધર્મસ્થળોએ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. બીજી તરફ વાઘબારસથી ભાઈબીજ સુધીના પાંચ દિવસ દરમિયાન લોકોએ મન મૂકીને ફટાકડા ફોડયા હતા. ફટાકડા ફૂટવાના અવાજથી મોડી રાત સુધી ગાંધીનગર ગૂંજતું રહ્યું હતું. તેમાંય દિવાળીના દિવસે વહેલી સવારે અને આખી રાત સુધી નગરજનોએ આતશબાજી કરી હતી. લોકોએ ફટાકડા ફોડીને નૂતન વર્ષને વધાવી લીધું હતું.