• Gujarati News
  • Digital Knowledge Of The World's Most Dynamic And Successful Media

ડીઝીટલ જ્ઞાન વિશ્વનું સૌથી સબળ અને સફળ માધ્યમ બનશે : શંકરસિંહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(શંકરસિંહ વાઘેલાએ લોકોને સંબોધ્યા તેની તસવીર)
શંકરસિંહ વાઘેલા બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇજનેરી કોલેજમાં નવ સંસ્કરણ કાર્યક્રમ
ગાંધીનગર: આગામી સમયમાં ડીઝીટલ જ્ઞાન વિશ્વનું સૌથી સબળ અને સફળ માધ્યમ બનશે. જેથી સકારાત્મક અભિગમ રાખવો જરૂરી છે. તેમ બાપુ ગુજરાત નોલેજ કોલેજમાં નવો પ્રવેશ મેળવનારા ઇજનેરી, ફાર્મસી, બાએસસી, ડીપ્લોમા અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું. તેમણે એવી શીખ પણ આપી હતી કે શૈક્ષણિક સફળતા માટે શિસ્ત અને કઠોર પરિશ્રમ સાથે માનવીય મૂલ્યો પણ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને એવી ટકોર પણ કરી કે જીવનનો ગોલ સિધ્ધ કરવા માટે મોબાઇલના ગુલામ બની તેના વ્યસની ન બનશો.
ગાંધીનગર માણસા રોડ ઉપર આવેલી શંકરસિંહ વાઘેલા બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગુજરાત નોલેજ કોલેજમાં આજે નવ સંસ્કરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. શંકરસિંહે નવા વિદ્યાર્થીઓને આવકારતા કહ્યું કે કોલેજની દુનિયા ટન`ગ પોઇન્ટ છે. તમે ક્લાસમાં ફીઝીકલી નહીં પણ પિરિયડ પુરતી મેન્ટલી હાજરી આપો. કોલેજમાં ૪ વર્ષ સુધી મજા કરનારા વિદ્યાર્થીઓને પૂછો તો ખબર પડશે કે આખી જીંદગી સજા ભોગવે છે. માટે લોંગ ટર્મના પ્લનીંગ માટે ૪ વર્ષની સજા ભોગવવી આવશ્યક હોવાનું સમજજો. ટાઇમ મેનેજમેન્ટ કરતા શીખો.
આર્થિ‌ક સ્થિતિ સારી ન હોય તો ઓફિસમાં મળો તમને ભણવા માટે તમામ મદદ મળશે આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...