દહેગામમાં દબાણો પર તંત્ર ત્રાટક્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરદાર શોપિંગ સેન્ટર સામેની દુકાનો આજે તોડી પાડવા માટેનું અલ્ટિમેટમ અપાયું: વૈકલ્પિક જગ્યા ફાળવ્યા સિવાય અચાનક દબાણો તોડવાનું શરૂ કરાતાં પરિવારના ભરણ પોષણને લઇ દુકાનદારોમાં ઘેરી ચિંતા

દહેગામ શહેરમાં બુધવારે બપોર બાદ અચાનક સિટી સર્વે કચેરી,નગરપાલિકા તેમજ મામલતદાર કચેરી દ્વારા શહેરના લારી ગલ્લાનાં દબાણો ઉપરાંત શહેરના કુલ ૨૪૩ જેટલા પાકા દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરાતાં નાના વેપાર ધંધાર્થીઓ તેમજ વેપારીઓમાં ઘેરી ચિંતા પ્રસરી હતી.

બુધવારે દબાણ હટાવ કાર્યવાહીમાં એસ.ટી.સ્ટેન્ડ સરદાર શોપિંગ સેન્ટર તરફની લારી ગલ્લાઓના દબાણો હટાવાયા બાદ સરદાર શોપિંગ સેન્ટર સામેની દુકાનોના પાકા દબાણો દૂર કરવા માટે વેપારીઓને ગુરુવાર સવારના અગિયાર વાગ્યા સુધી દુકાનો ખાલી કરવા માટેનું અલ્ટિમેટમ પણ અપાયું હતું.

વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો: