ગાંધીનગર જિલ્લામાં ઝાડા-ઉલ્ટીનો વાવર સન સ્ટ્રોમાં અનેક લોકો સપડાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- છેલ્લા પ દિવસથી કાળઝાળ ગરમી પડવાથી અશક્ત અને વૃધ્ધોના આરોગ્યને માઠી અસર

ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ગરમીના પ્રમાણમાં અસહ્ય વધારો થવા પામ્યો છે. તેમાંએ ગઇ કાલે બુધવારે રેકોર્ડબ્રેક ૪૪ ડિગ્રી ગરમી પડતાં અનેક લોકો સનસ્ટ્રોકમાં સપડાયા છે. ગરમીના વધેલા પ્રમાણથી શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીના દર્દીઓમાં વધારો થો છે.

ઉલ્લેખનિય છે કે ગઇ કાલે ગરમીનો મહત્તમ પારો હાઇએસ્ટ સુધી પહોંચતાં સેક્ટર-૨૦ના બગીચામાં કામ કરતા માળી યુવાનનું ગરમીના મોત થયુ હતું. આ ઉપરાંત શહેરના કેટલાક વિસ્તારોમાં અસહ્ય ગરમીના કારણે અને પાણી જન્ય રોગચાળો માથુ ઉચકી રહ્યો છે. કેટાલાક લોકો ઝાડા-ઉલ્ટીમાં સપડાઇ રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ નોંધાઇ રહ્યાં છે. ૨૪મી મેથી ગરમીનું પ્રમાણ ૪૩ ડિગ્રીએ પહોંચાતાજ લૂનું આક્રમણ પણ શરૂ થયુ હતું.તેના કારણે સન સ્ટ્રોક લાગવાના દર્દીઓ ખાનગી દવાખાના અને સિવિલ હોસ્પિટલમાં નોંધાવા લાગ્યા હતાં.તે પછી આજ સુધીના દિવસોમાં ગરમીએ ઘટવાનું નામ લીધુ નથી.

આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો પણ માથુ ઉચકી રહ્યો છે. શહેર અને જિલ્લાના ખાનગી દવાખાના તેમજ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. ખાનીગ તબીબોના જણાવ્યા પ્રમાણે માથે ગરમી ચઢી જવાના, સનસ્ટ્રોકના અને પાણીજન્ય બિમારીમાં લોકો સપાડાઇ રહ્યાં છે. ગત મહિ‌ના કરતાં દર્દીઓની સંખ્યા વધતી જાય છે. કાળઝાળ ગરમીની શરૂઆત થયા બાદ દર્દીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

જિલ્લા આરોગ્ય તંત્ર અને મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતાના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા પાણીજન્ય બિમારીના ફેલાવાને અટકાવવા પ્રયાસો શરૂ કરી દેવાયા છે. દર્દીઓને પ્રાથમિક સારવાર આપવા માટે જિલ્લાના તમામ પીએચસી સેન્ટરોમાં દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાયો છે. ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે મે માસના આરંભે જ ગાંધીનગરમાં જુના સચિવાલય પાછળના મીના બજાર આસપાસમાં આવેલી ઝુપડપટ્ટી વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા હતાં. તે પછી ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાડા-ઉલ્ટીના કેસનું પ્રમાણ વધ્યુ હતું. જો કે આરોગ્ય તંત્રએ તાકીદે કાર્યવાહી હાથ ધરી તેની ઉપર કાબૂ મેળવી લીધો હતો.

આગ વરસાવતી ગરમીનું પ્રમાણ યથાવત
ગાંધીનગર શહેરમાં વૈશાખના અંતિમ દિવસે ગરમીએ કાળો કેર વર્તાવી દીધો હતો. જો કે છેલ્લા અઠવાડિયાથી સૂર્યનારાયણ કોપામાન થયા હોય તેવી કાળઝાળ ગરમીથી પાટનગરવાસીઓ તોબા પોકારી ગયા છે. ગઇ કાલે બુધવારે તો તાપમાન ૪૪ ડિગ્રીએ ઉંચુ જતાં જાણે આખુ શહેર અગનગોળામાં લપેટાયુ હોય તેવી કાળઝાળ ગરમી અનુભવાઇ હતી. તે પછી આજે તેમાં સામાન્ય ઘટાડો થયો હતો. પરંતુ લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વદારો થતાં અને ભેજનું પ્રમાણ પણ ઉંચુ જવાથી ગરમી સાથે બફારો અસહ્ય બન્યો હતો. આજે પણ ગરમી સાથે બફારાએ લોકોના હાલ-બેહાલ કરી દીધા હતાં. ગઇ કાલે પાટનગરમાં નોંધાયેલી રેકોર્ડબ્રેક ગરમીએ એક યુવાનનો ભોગ લીધો હતો.