માણસા તિરૂપતી સોસાયટીનાં મંત્રીને કોર્પોરેટરની ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોસાયટીમાં પાણીની સમસ્યા બાબતે રજુઆત કરી હતી

માણસા : ગાંધીનગર જિલ્લાનાં માણસા ખાતે માણસા- કલોલ માર્ગ પર આવેલી તિરૂપતી તુલસી સોસાયટીનાં મંત્રીએ પાણીનાં મુદ્દે નગરપાલિકાને કરેલી રજુઆતોથી ગુસ્સે ભરાયેલા વોટર વર્કસનાં ચેરમેન તેમ જ કોર્પોરેટરે ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો છે. પ્રાપ્ત વિગતોનુંસાર માણસા શહેરની તિરૂપતી સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે.

સોસાયટીની જરૂરીયાત સામે માંડ ૩૦ ટકા પાણી મળતુ હોવાથી સોસાયટી દ્વારા અનેક વખત નગરપાલિકાની વોટર વર્કસ બોડીને રજુઆતો કરવામાં આવી છે. આ અંગે કોર્પોરેટર તેમજ વોટર વર્કસ બોડીનાં ચેરમેન દિનેશભાઇ પ્રહલાદભાઇ પટેલને વારંવાર રજુઆત કરવા છતા સોસાયટીનું બિલ બાકી હોવાનું કહી વાતને ઉડાવી દેતા હતા. સોસાયટીવાસીઓએ આખરે કંટાળી જઇને સોસાયટીના મંત્રી રમેશભાઇ પટેલની આગેવાનીમાં ચિફ ઓફિસરને અરજી કરતા મોડી રાત્રે ચેરમેને દિનેશભાઇએ મંત્રી રમેશભાઇને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઇ છે.

- બોરનું દૂષિત પાણી સોસાયટીને અપાઇ રહ્યુ છે

તિરૂપતી સોસાયટીનાં મંત્રીએ જણાવ્યુ હતુ કે પાણી અપુરતુ તો મળે જ છે. તદુપરાંત સોસાયટીનાં બંને બોરનાં પાણીનુ તાજેતરમાં ટેસ્ટીંગ કરાવવામાં આવતા પાણી પિવાલાયક ન હોવાનું સામે આવ્યુ હતુ. આ પાણી સોસાયટીવાસીઓએ પીવુ પડે છે. આ બાબતે નગર પાલિકા, જિલ્લા કલેકટર, આરોગ્ય કમિશ્નર તથા પાણી પુરવઠા મંત્રીેને રજુઆતો કરવામાં આવી છે. તેમ છતા પુરતુ પાણી મળતુ નથી. પૈસા ભરવાની બાતમાં જણાવ્યુ કે ૩ વર્ષનાં ૧,૭૭,૦૦૦ ભરવાના છે,કયા વર્ષનાં કેટલા તે જણાવે તો બિલ ભરવા તૈયાર છીએ.

- મંત્રીએ પૈસા ઉઘરાવી ભર્યા ન હોવાનો આક્ષેપ

આ સમગ્ર મામલે વોટર વર્કસ બોડીનાં ચેરમેન દિનેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે સોસાયટીને પાણી આપવાની પ્રાથમિકતા છે. તે માટે પાઇપો પણ નંખાઇ છે. પરંતુ સોસાયટીનાં મંત્રીએ સોસાયટીનાં નાગરીકોપાસેથી અગાઉ ઉઘરાવેલા નાણા ન ભરતા મામલો ગુચવાયો છે. ચેરમેનનાં આ આક્ષેપથી મામલો ગરમાયો છે.