• Gujarati News
  • Congress Alleged Gujrat Government Over Its Water Policy

કોંગ્રેસનો આક્ષેપઃ પાણીના નામે સરકારે વહાવ્યા ૧પ હજાર કરોડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદા યોજના ભાજપ સરકારની છેતરપિંડીનો શિકાર બની રહી છે અને સરકારની નિષ્ફળતા ખૂલ્લી પડી જતા કેન્દ્ર પર ખોટા આક્ષેપો કરી પ્રજાનું ધ્યાન અન્ય તરફ દોરવા સરકારી તિજોરીમાંથી જાહેરાતો કરવા પાછળ લાખ્ખો રૂપિયા વેડફી રહ્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં જળ હોય કે મૃગજળ કરોડો રૂપિયા તણાય છે. પાણીના નામે ગુજરાત સરકાર દ્વારા છેતરપિંડી ચાલી રહી છે.

ગુજરાતનું જળ વ્યવસ્થાપન કરવા મોદી સરકાર એકપક્ષીય અને બિનલોકશાહી રસમો અપનાવી રહી છે. તેમાં તેમણે ૧પ હજાર કરોડ હોમી દીધાં છે. લગભગ મફત મળનારી ૧૮૨ મેગાવોટ વીજળી મોદી સરકાર દ્વારા જતી કરવામાં આવી છે. આ ઘટ પૂરી કરવા મોંઘા ભાવે ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદવી પડે છે. નર્મદાના ૯૦ લાખ એકર ફૂટ પાણીની વહેંચણી માટેનું સરકારનું અધકચરું આયોજન છે. કરોડોના ખર્ચ પછી પણ ખેડૂતોને પાણી મળતું નથી.

તેમણે જણાવ્યું છે કે, નર્મદાના પિયત વિસ્તારના ખેડૂતોનું હિ‌ત ભાજપ સરકારના અગ્રતાક્રમમાં સૌથી છેલ્લે જ રહ્યું છે. ખેડૂતો માટે સિંચાઇના પાણી કરતા ભાજપ સરકારને ઉદ્યોગપતિઓનું હિ‌ત વ્હાલું છે. નહેરમાંથી પાણી લેતા ખેડૂતો પર પોલીસ કેસ કરાયા. આ જ ખેડૂતોએ નહેર બાંધવા માટે પોતાની જમીન આપી હતી. નહેરોમાં પડતા ભંગાણની મરામત કરાતી નથી.

વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ