ગાંધીનગર: જમીનદલાલ સહિ‌ત પાંચ સામે ૧.૮૦ કરોડની છેતરપિંડીની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઓઢવમાં આવેલી કરોડોની જમીનની લે-વેચ મામલેં જામનગરનાં બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી

ગાંધીનગર શહેરમાં રહેતા જમીન દલાલ પ્રકાશ શંકરલાલ પટેલ તથા અન્ય ૪ શખ્સોએ મળીને જામનગરનાં એક બિલ્ડર સાથે જમીનની લે-વેચમાં રૂ. ૧.૮૦ કરોડની છેતરપીડી આચરવામાં આવતા બિલ્ડર દ્વારા પ્રકાશ સહિ‌ત પ શખ્સો સામે સેકટર ૭ પોલીસ સ્ટેશનમાં છેતરપીડીની ફરીયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવમાં ગાંધીનગર એલસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરનાં ઇન્ફોસીટી વિસ્તારમાંથી થોડા દિવસો અગાઉ ગાંધીનગરનાં જમીન દલાલ પ્રકાશ શંકરલાલ પટેલ તથા પરાગ શાહનું કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરી બોપલમાં લઇ જઇને માર મારીને છોડી મુકવામાં આવ્યા હતા. આ ઘટનામાં સેકટર ૭ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પીએસઆઇ એ કે ભરવાડની ટીમે વિષ્ણુ રબારી તથા અન્ય એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન જામનગરનાં એક બિલ્ડર દ્વારા જમીન દલાલ પ્રકાશ પટેલ, પરાગ શાહ સહિ‌ત પ શખ્સો સામે રૂ. ૧.૮૦ કરોડની છેતરપીડીની ફરીયાદ નોંધાવવામાં આવતા આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.

સમગ્ર પ્રકરણની પ્રાપ્ત વિગતોનુંસાર જામનગર રહેતા તથા બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો ધંધો કરતા પ્રવિણભાઇ પુરૂષોતમભાઇ ચોવટીયાએ ઓઢવની એક જમીન માટે ગાંધીનગરનાં જમીન દલાલ પ્રકાશ શંકરલાલ પટેલ થતા પરાગ શાહનો સંપર્ક કર્યો હતો. જેમાં જમીન દલાલે સોદો પાર પાડી દેવા રૂ. ૧.૮૦ કરોડ રૂપીયા પ્રવિણભાઇ પાસેથી માંગ્યા હતા. જેના પગલે પ્રવિણભાઇએ પ્રકાશનાં ખાતામાં રૂ. ૧.૮૦ કરોડ જમા કરાવ્યા હતા. પરંતુ કોઇ વાંધાને પગલે જમીનનું વેચાણ થઇ શકે તેમ ન હોવાથી પ્રવિણભાઅ પોતાનાં પૈસા પાછા માંગ્યા હતા.પરંતુ પ્રકાશ શંકર પટેલ સહિ‌તનાં શખ્સોએ પૈસા પાછા આપવાની ના પાડી દેતા પ્રકાશ પટેલ, પરાગ શાહ, મુકેશ ગોસ્વામી, શંકર મોહન પટેલ તથા સંજય નામનાં શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. આ ફરીયાદનાં આધારે ગાંધીગનર એલસીબીએ આ દિશામાં વધારે તપાસ હાથ ધરી છે.