CM રાહત ફંડ ખુલ્લી કિતાબ, સૌ કોઈ વિગતો વાંચી શકશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- CM રાહત ફંડના ખર્ચની વિગતો મળી શકશે
- આદેશ: માહિ‌તી આયોગનો હુકમ : દાતા, દાન મેળવનારના નામો જાહેર નહીં થાય


મુખ્યમંત્રી રાહત ભંડોળના ઉપયોગ અંગેની માહિ‌તી જાહેર કરી શકાશે. પરંતુ દાન કરનારા દાતા તથા જે વ્યક્તિને ભંડોળની રકમનું વિતરણ કરવામાં આવ્યું હોય તે વ્યક્તિની આરોગ્યને લગતી સમસ્યા જાહેર કરવામાં આવશે નહીં તેવો ગુજરાત જાહેર માહિ‌તી આયોગના કમિશનર બળવંતસિંઘે કર્યો છે. આ હુકમથી હવે ગુજરાતના ધારાસભ્યોને મુખ્યમંત્રી રાહત ફંડમાં આવતી રકમ તથા ખર્ચની વિગતોના આંકડા મળવાનો માર્ગ મોકળો થશે.

મુખ્યમંત્રી રાહત ભંડોળમાં પ્રજા દ્વારા દાન કરવામાં આવે છે. આ દાનનો ઉપયોગ જરૂરિયાતમંદ વ્યક્તિને સારવાર પાછળ તેમ જ અકસ્માતમાં મૃત્યુ કે પછી ઇજાગ્રસ્તો પાછળ ખર્ચવામાં આવે છે. પરંતુ મુખ્યમંત્રીના રાહત ભંડોળમાં કેટલી રકમ જમા થઇ અને તે ક્યાં વપરાઇ તે અંગેની વિગતો જાહેર કરવામાં આવતી ન હતી.

આગળ વાંચો, ગુજરાત માહિ‌તી કમિશનરે હુકમ કર્યો