નગરમાં પાણી,ગંદકીનું વધતું પ્રદૂષણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગ્લોબલ ર્વોમિ‌ગથી આજે સમગ્ર વિશ્વ ચિંતા અનુભવી રહ્યું છે. ગ્લોબલ ર્વોમીંગની સમસ્યા આપણે જાતે ઉભી કરી છે અને તે માત્ર સુખ-સુવિધાઓને પામવા ખાતર. માનવી સુખ-સવિધા તો પામ્યો, પરંતુ કુદરતી સૌંદર્ય ગુમાવી ચૂક્યો છે. કુદરતે ઉભી કરેલી સૃષ્ટિ દ્વારા મળતા લાભનું આજે નિકંદન કાઢયું છે. ઔદ્યોગિક એકમોના કેમિકલયુક્ત વેસ્ટ, ઇ વેસ્ટ, ગંદકી માનવીના આરોગ્ય સામે ખતરાની ઘંટડી વગાડી રહ્યો છે. હેવા જાગો અને સહિ‌યારો પ્રયાસ કરો આપણે સૌ ગ્લોબલ ર્વોમીંગને મહાત કરવા. ગ્લોબલ ર્વોમીંગને જાકારો આપવા ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ આલબેલ વાગી રહી છે.

પ્રદૂષણનું દૂષણ દિનપ્રતિદિન રાક્ષસી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જે આવનારી પેઢી માટે વિનાશ વેરે. તે પહેલાં આપણે સૌ ગ્લોબલ ર્વોમીંગને નાથવા માટે વ્યક્તિગત અને સામૂહિ‌ક પ્રયાસો નહીં કરીએ તો આગામી પેઢી આપણને કદી માફ નહીં કરે. ગાંધીનગર જિલ્લાના ૩ તાલુકામાં ઉકરડાની ગંદકીના કારણે ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ એટલુ અસહ્ય બન્યુ છે કે નવજાત શિશુના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. પીવાના પાણીના સ્ત્રોતથી ૧૦૦ મીટર દૂર ઉકરડા હોવા જોઇએ. ઉકરડાની અયોગ્ય વ્યવસ્થાના કારણે તેની ગંદકી ભૂગર્ભમાં ઉતરીને પાણીને પ્રદૂષિત કરી રહી છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં દરરોજ શૌચના કારણે એક લાખ ટન મળ ખુલ્લામાં જમા થાય છે. નિષ્ણાતોના મત પ્રમાણે એક ગ્રામ મળમાં એક કરોડ વાયરસ, દસ લાખ બેક્ટેરિયા અને સોથી માંડી એક હજાર સુધીના જીવાણું કે પરજીવીનાં ઇંડા હોય છે. જે માનવીના આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે. ગાંધીનગર જિલ્લામાં જેટલી મોબાઇલની સંખ્યા છે તેનાથી અડધી સંખ્યાં આજે શૌચાલયો નથી. તે આપણો વિકાસ નહીં પણ આપણી અવદશા છે.