તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • City Taxi Service Granted In Ahmedabad By Gujarat Government

પેસેન્જરને નવો વિકલ્પ: મુંબઇની જેમ અમદાવાદમાં શહેરી ટેક્સી સર્વિસને મંજૂરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
-નવી સુવિધા| AMTS, BRTS, રિક્ષા ઉપરાંત પેસેન્જરને નવો વિકલ્પ
-પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય તો અન્ય શહેરોમાં પણ શરૂ થશે
-વાહનવ્યવહાર વિભાગે નિયમો ઘડી જાહેરનામું બહાર પાડ્યું

ગાંધીનગર : મુંબઇની જેમ હવે અમદાવાદ શહેરમાં પણ શહેરી ટેક્સી સર્વિસને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં જ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે રિક્ષાની જેમ ટેક્સીઓ દોડતી જોવા મળશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે ટેક્સી સર્વિસ માટેનું જાહેરનામું બહાર પાડીને તે માટેના નિયમો પણ નક્કી કરી દીધા છે.

ગુજરાતમાં શહેરી ટેક્સી સર્વિસનો પાયલોટ પ્રોજેક્ટ હાલ અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યો છે જેને સફળતા મળશે તો અન્ય શહેરોમાં પણ શરૂ કરાશે. અમદાવાદ સહિત ગુજરાતના દરેક શહેરોમાં લોકો રિક્ષાઓનો મોટાપાયે ઉપયોગ કરે છે. કેટલાક શહેરોમાં કેબ સર્વિસ શરૂ થઈ છે, પરંતુ તે પ્રમાણમાં મોંઘી હોવાથી એક ખાસ વર્ગમાં જ તે લોકપ્રિય થઈ શકી છે. જ્યારે, ટેક્સી સર્વિસ રિક્ષાઓની માફક જ લોકોને એક સારો વિકલ્પ આપશે તેવું મનાઈ રહ્યું છે.
આગળ વાંચો પહેલા 1 કિ.મી.ના 20 પછી કિ.મી.એ 12, દિલ્હી દુષ્કર્મ બાદ સખ્તાઈ