ગાંધીનગર: સાયન્સ કોલેજમાં કેન્દ્રીય ધોરણે પ્રવેશ અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા ઘો.૧૨ પછીના સાયન્સ પછીના બીએસસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે કેન્દ્રીય ધોરણે પ્રવેશ ફાળવવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી કોલેજ કક્ષાએથી પ્રવેશ ફાળવાતો હતો અને તેમાં ગયા વર્ષે કેટલીક કોલેજોએ ડોનેશન લઇને પ્રવેશ ફાળવ્યા હતા. જેનાકારણે મોટાપાયે અવ્યવસ્થા સર્જાતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે આ વર્ષથી કેન્દ્રીય ધોરણે પ્રવેશ ફાળવવાની જાહેરાત કરી છે. પ્રવેશ ફોર્મ સહિતની માહિતી એસપીસીની વેબસાઇટ પરથી મળશે અને તમામ પ્રક્રિયા ઓનલાઇન થશે ઉપરાંત તા. ૫ આસપાસ ઓનલાઇન રજિસ્ટ્રેશન થાય તેવી શક્યતા છે. વિધિસર જાહેરાત ટૂંક સમયમાં કરાશે.ગયા વર્ષે સાયન્સ કોલેજોમાં ઇજનેરી-મેડિકલ કોલેજોની જેમ પ્રવેશ ફાળવવા માટે ડોનેશન લીધા હોવાની ફરિયાદ ઊઠી હતી. આ વખતે હવે આ સમસ્યા નિવારવા પ્રવેશના નિયમો જે તે યુનિવર્સિટીના રહેશે, પણ મેનેજમેન્ટ કવોટા રહેશે નહીં. રાજ્યમાં ૬૭ જેટલી સાયન્સ કોલેજો છે.

સાયન્સ કોલેજોમાં હેલ્પ સેન્ટર રહેશે
વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ માટે તા. ૫ જુન આસપાસ રજિસ્ટ્રેશન માટે એસીપીસી દ્વારા કાર્યવાહી હાથ ધરાશે. અમુક સાયન્સ કોલેજોમાં હેલ્પ સેન્ટર રાખવામાં આવશે અને ત્યાંથી વિદ્યાર્થીઓ-વાલીઓને પ્રવેશલક્ષી માર્ગદર્શન મળશે.