ગુજરાતના શહેરો પર રહેશે બાજનજર, સરકારનો જૂનો છતા નવતર પ્રયોગ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના અમદાવાદ, ગાંધીનગર તથા વડોદરા શહેરમાં ૨૫ થી ૩૦ કરોડના ખર્ચે ૫૦૦ જેટલાં સીસીટીવી કેમેરા નાંખવાનો રાજ્યના ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે. તેના માટેઓનલાઇન ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. તેની તા.૧૦મી મે છેલ્લી તારીખ છે. આગામી છ મહિનામાં આ સીસીટીવી કેમેરા અમદાવાદ, વડોદરા તથા ગાંધીનગરમાં થતી ગતિવિધિઓ પર બાજનજર રાખશે. અમદાવાદ શહેરના નારોલ ખાતે ૨૫ કેમેરા તથા ઇન્કમટેક્સ ખાતે ૧૮ કેમેરા પ્રાયોગિક ધોરણે ગોઠવવામાં આવશે. કેમેરાના પરિણામની ચકાસણી કરવામાં આવશે. અપેક્ષા પ્રમાણેનું પરિણામ નહીં હોય તો સિસ્ટમમાં સુધારા-વધારા કર્યા બાદ અમદાવાદના બાકીના ૯૬ સ્થળો પર કેમેરા ગોઠવવામાં આવશે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત તથા ગાંધીનગરમાં સીસીટીવી કેમેરા લગાવવા માટેનો નિર્ણય ગુજરાત સરકાર દ્રારા આજથી દોઢેક વર્ષ પહેલાં લેવામાં આવ્યો હતો.

ક્યાં કેટલા કેમેરા લગાવાશે
અમદાવાદ: ૯૮ સ્થળોએ
વડોદરા: ૧૦ સ્થળોએ
ગાંધીનગર: ૦૬ સ્થળોએ

આગળ વાંચો સીસીટીવી મૂકવા પાછળ શું હેતું છે અને ક્યા ક્યા શહેરોના કેટલા વિસ્તારોને આવરી લેવાશે...