ગાંધીનગરમાં કેન્સરે ૧૦ માસમાં ૪૩ લોકોનો ભોગ લીધો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વ્યસનોનાં કારણે મો તથા ગળાનાં કેન્સરનાં દર્દીઓમાં થઇ રહેલો વધારો
જીલ્લામાં એક સમયે જવલ્લે જ જોવા મળતો કેન્સર જેવી બિમારીનો રોગ વર્તમાન દિવસોમાં વધારે ગંભીર રૂપ ધારણ કરતો જાય છે. ગ્રામ્ય વિસ્તારોનાં લોકોમાં નાની ઉમરથી જ વધતુ જતું વ્યસનોનું પ્રમાણ તથા સારવાર મેળવવામાં સેવવામાં આવતી બેદરકારીનાં કારણે જીલ્લામાં કેન્સરનાં કારણે મૃત્યુ થવાનાં કિસ્સા વધી રહ્યા છે. માત્ર ગાંધીનગર શહેર તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં જ છેલ્લા ૧૦ માસમાં ૪૩ જેટલા લોકોનાં મૃત્યુ થયાનું સામે આવ્યુ છે.
વર્તમાન દિવસોમાં અમદાવાદ સિવિલમાં કેન્સર વિભાગમાં પ્રતિદીન સેંકડો કેન્સરનાં દર્દીઓ રાજ્યનાં ખુણે ખુણામાંથી તથા રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા આસપાસનાં રાજ્યોમાંથી સારવાર મેળવવા આવી રહ્યાં છે. જેના પગલે વર્તમાન દિવસોમાં કેન્સરનું પ્રમાણ વધ્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. પરંતુ આ ક્ષેત્ર સાથે જોડાયેલા તબીબોનાં જણાવ્યાનુંસાર લોકોમાં કેન્સર પ્રત્યેની જાગૃકતા વધી છે. તેમ છતા આજે પણ કેન્સરનાં દર્દીઓની સંખ્યા ઓછી થઇ નથી. જેમાં ગાંધીનગર શહેર તથા જીલ્લાનાં અન્ય વિસ્તારોમાં પણ કેન્સરનાં કારણે મરનારનો આંકડો આજે પણ ઘણો ઉંચો છે. ગાંધીનગર શહેર તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ૪૩ લોકોનાં મોત છેલ્લા દશ માસ દરમિયાન કેન્સરનાં કારણે થયાનું નોંધાયુ છે. કેન્સરનાં કારણે મોતનાં મુખમાં ધકેલાઇ જનાર લોકોમાં શહેરી નાગરીકો કરતા ગ્રામ્ય વિસ્તારનાં નાગરીકોનું પ્રમાણ વધારે છે.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...