• Gujarati News
  • Cancellation Of Election Candidates Again Fill Up The Form

સત્તાની લડાઇ: ચૂંટણીમાં રદ થયેલા ઉમેદવારો ફરી મેદાને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધી કલોલ નાગરિક બેંકની ચૂંટણીમાં ચાલતી ખેંચતાણ
ચુંટણી અધિકારીના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારતા ઉમેદવારોને લીલીઝંડી
ગાંધીનગર: ધી કલોલ નાગરીક સરકારી બેંકની આગામી દિવસોમાં યોજાનારી ચુંટણીને લઇને ભારે રસાકસી ચાલી રહી છે. ત્યારે ચુંટણી અધિકારી દ્વારા રદ કરાયેલા બે ઉમેદવારોનાં ઉમેદવારી ફોર્મ બાબતે હાઇકોર્ટ રદ પર સ્ટે આપતા ફરી બે મહોરા મેદાને ઉતર્યા છે. આગામી તા 30મી નવેમ્બરનાં રોજ યોજાનારી ધી કલોલ નાગરીક સહકારી બેન્કનાં ડીરેકટરોની ચુંટણીને લઇને છેલ્લા કેટલાંક દિવસોથી ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ગત તા 8મી સુધીમાં 37 મુરતીયાઓ મેદાને પડ્યા હતા.
જેમાંથી પુવે ચેરમેન નવીનચંદ્ર કે પટેલ તથા વાઇસ ચેરમેન કૌશીકભાઇ દેસાઇનાં ઉમેદવારી ફોર્મ નાણાકીય અનિયમીતતાને લઇને ચુંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવતા સોપો પડી ગયો હતો. જયારે સામેનો પક્ષ ગેલમાં આવી ગયો હતો. રદ થયેલા ઉમેદવારોએ આ બાબતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેમાં કોર્ટ ચુંટણી અધિકારીનાં નિર્ણયને અયોગ્ય ઠેરવી રદ ઉમેદવારી પર સ્ટે આપતા નવા વળાંક આવ્યો છે. હોઇકોર્ટનાં ચુકાદાનાં પગલે નવીનચંદ્ર તથા કૌશીક દેસાઇ ફરી ચુંટણીનાં મેદાનમાં આવી જતા માહોલ ફરી બદલાઇ રહ્યો છે. ધી કલોલ નાગરીક સહકારી બેંકની ચુંટણીને લઇને ચાલી રહેલી ખેચતાણ વચ્ચે ચુંટણીનાં સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કલોલ, ઉંજા, અમદાવાદ, આંબલીયાસણ તથા કાંઠા ખાતે તા 30મીનાં રોજ ચુંટણી યોજવામાં આવશે.