• Gujarati News
  • Bribe Will Increase By Irrigation Black Rules Said Keshubhai

સિંચાઇના કાળા કાયદાથી લાંચ-રુશ્વત વધશે : કેશુભાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંચાઇના કાયદાની જાહેરમાં હોળી કરવા હાકલ

સરકારે સિંચાઇ અંગેનું પસાર કરેલા બિલને કાળા કાયદા તરીકે ગણાવીને ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ કેશુભાઇ પટેલે કહ્યું કે, સિંચાઇના આ કાયદાથી લાંચ રુશ્વત વધશે. પાણી વેડફનાર ખેડૂતને હાથકડી તો નર્મદાની બાકી રહેલી ૪૮ હજાર કિ.મી.ની નહેર પૂરી નહીં કરીને પાણી વેડફનારા સામે શું ? પ્રજાને સમજાવો કે, પાણી વેડફી નાંખનારાને તમારા તરફથી ચૂંટણીમાં ઇનામ અને ઇજાફો મળે છે.

જીપીપીના સંમેલનમાં કેશુભાઈએ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. જીપીપીના સિનિયર ઉપાધ્યક્ષ સુરેશ મહેતાએ કહ્યું કે, મોદીને ઓલ ઇન્ડિયા પર જવાની ઘેલછા લાગી હોવાથી ગુજરાત ભૂલાતું જાય છે. રાજ્યના મંત્રીઓના નિવેદનમાં પ્રજાની ચિંતા તેમના હોઠ પર સાંભળવા મળશે નહીં. ગુજરાત ખલાસ થતું જાય છે. આ દંભનો પડદો ચીરાશે ત્યારે હવે શું પ્રશ્ન આવશે. તેવા સમયે વિશ્વસનીય પક્ષ જોઇએ.

મહામંત્રી ગોરધન ઝડફિયાએ કાર્યકરોને ૨પમી માર્ચના રોજ સિંચાઇ બિલના વિરોધમાં તમામ જિલ્લાના કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવા તથા ત્યારબાદ તેની હોળી કરવા અને તેના માટે જેલમાં જવાની તૈયારી રાખવા હાકલ કરી હતી.