ગાંધીનગરામાં ધોરણ ૧૦-૧૧-૧૨માનાં ૪૯,૮૪૧ છાત્રોની કાલથી કસોટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ ર્બોડની ધોરણ-૧૦, ૧૧ અને ૧૨ની પરીક્ષાના આયોજન માટે ગાંધીનગર જિલ્લા શિક્ષણ તંત્ર સજ્જ થઈ ગયું છે. તારીખ ૧૩મી માર્ચથી પરીક્ષાઓ લેવાશે તેમાં ધોરણ-૧૦ના ૨૭,૮૨૩, ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહના પ,૭૦૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૧૧,૩૦૦ તથા વિજ્ઞાન પ્રવાહના પ,૦૧૮ મળીને કુલ ૪૯,૮૪૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા સમિતિની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ કુલ ૧૯૦૧ બ્લોકમાં પરીક્ષાઓ લેવાશે. ગેરરીતિ અટકાવવા માટે ર્બોડની ચેકીંગ સ્ક્વોડ ફરતી રહેશે. પરીક્ષાના સંચાલન માટે શિક્ષકો અને જિલ્લા શિક્ષણ તંત્રના સ્ટાફ સહિ‌ત ૨પ૦૦ અધિકારીનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ર્બોડની ધોરણ-૧૦, ૧૧ અને ૧૨ની પરીક્ષાઓ સંદર્ભે જિલ્લા શિક્ષણ તંત્રો દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થાના સંદર્ભે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. તેમાં પરીક્ષા સંબંધિ આયોજન, તકેદારીના તમામ પગલા, પરિક્ષા કેન્દ્રો પરની સુવિધા, ગેરરીતી સંબંધે સ્કવોડની રચના, તત્કાલ આરોગ્ય સેવા અને પોલીસ બંદોબસ્ત સંદર્ભે સઘન પરામર્શ કરાયો હતો.
ઉપરાંત વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરિક્ષા આપી શકે તે માટે વાલીઓ ઉપરાંત શિક્ષકો તરફથી બિન જરૂરી વિક્ષેપ ઉભો ન થાય તે જોવા કહેવામાં આવ્યું હતું.

શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યું કે, ધોરણ-૧૦ માટે ૯૯૦ બ્લોકમાં, ધોરણ-૧૧ માટે ૨૯પ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ૩૬૭ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ૨પ૯ બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં પરીક્ષા કેન્દ્રોની કુલ સંખ્યા ૧૧પ રાખવામાં આવી છે.


પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ અટકાવવા ચેકિંગ સ્ક્વોડ ફરશે

પરીક્ષા કેન્દ્રોને સંવેદનસીલ કે, અતિસંવેદન સીલ જાહેર કરવાને બદલે પરીક્ષા સ્થળના ગ્રેડ નક્કી કરી દેવામાં આવ્યા છે. આકસ્મિક તપાસ માટે ર્બોડની ૯ ટુકડી ફરતી રહેશે દરેક ટુકડીમાં ૩ સભ્ય હશે અને તેમાં એક મહિ‌લા સભ્ય હશે. સુત્રોએ જણાવ્યું કે, સ્ક્વોડમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ ર્બોડની જ ટુકડીઓ રહેશે જેને ર્બોડ દ્વારા મંજુર કરાયેલી છે. આ વખતે કોઇ સ્થાનિક તપાસ ટુકડી રહેશે નહીં.

પરીક્ષા કેન્દ્ર ફરતે ૧૪૪ની કલમ લાગશે

ગાંધીનગર જિલ્લામાં તમામ પરિક્ષા કેન્દ્ર ફરતે ૨૦૦ મીટરની હદમાં ધમાલ નિવારવા માટે તા. ૧૦થી પરીક્ષાના અંતિમ દિવસ સુધી રોજ સવારે ૧૦થી સાંજે ૭ વાગ્યા સુધી ચાર કે તેથી વધુ વ્યક્તિએ એકત્ર થવા પર કલમ ૧૪૪ મુજબ પ્રતિબંધ લગાડવામાં આવી છે.

આજે પરીક્ષા કેન્દ્ર પર નંબર જોઇ શકાશે

તાં ૧૨મીના બુધવારે બપોરે ૨થી પ વાગ્યા દરમિયાન પરીક્ષાર્થીઓ પોતાના બેઠક નંબર જોઇ શકે તે માટે દરેક બ્લોક ખુલા રાખવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે દરેક પરીક્ષા કેન્દ્રમાં ક્યા બ્લોકમાં કેટલા બેઠક નંબર રાખવામાં આવ્યા છે. તે સહિ‌તની માહિ‌તી બ્લેક ર્બોડ પર લખી દેવામાં આવી છે.

પરીક્ષાર્થીઓ માટે એસ.ટી .બસની વ્યવસ્થા કરાઈ

ગાંધીનગરની આસપાસના પાંચ-છ ગામોમાંથી પરીક્ષા આપવા આવવા-જવા એસટીએ વિદ્યાર્થીઓ માટે ખાસ બસોની વ્યવસ્થા કરી છે. અહીં અભ્યાસ કરતા બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધુ છે. તેને ર્બોડની પરીક્ષામાં પહોચવામાં તકલીફ ન પડે તે માટે દર વર્ષે બસોની ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવાય છે આ વર્ષે પણ ગાંધીનગરની આસપાસના ગામોને જોડતી પાંચથી છ જેટલી બસોની વ્યવસ્થા કરાઇ છે.

વિદ્યાર્થીઓને મોં મીઠું કરીને આવકારાશે

ર્બોડની પરીક્ષાના પ્રથમ દિવસે દરેક પરીક્ષા કેન્દ્રમાં કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવશે ઉપરાંત ગોળધાણા આપીને વિદ્યાર્થીઓનું મો મીઠુ કરાવી સારા પરિણામની શુભેચ્છા આપવામાં આવશે.

આગળની સ્લાઇડમાં જાણો અન્ય શું નિર્દેશ જાહેર થયા છે, તેમજ વિકલાંગ વિધાર્થીઓ માટે શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે