તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે ભાજપની પાર્લામેન્ટરીઃ હિંદુત્વ અને વિકાસના મુદ્દાને આગળ ધરાશે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હિંદુત્વ અને વિકાસના મુદ્દાને આગળ ધરાશે

નવી દિલ્હી ખાતે ૮મીના સોમવારે રાજનાથસિંહની અધ્યક્ષતા અને નરેન્દ્ર મોદીની હાજરીમાં મળનારી ભાજપની રાષ્ટ્રીય પાર્લામેન્ટરી ર્બોડની બેઠકમાં લોકસભાની આગામી ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરાશે.ભાજપ આગામી ચૂંટણીમાં હિંદુત્વ તથા વિકાસના મુદ્દે આગળ વધવાના પણ સંકેત આપે તેની સંભાવના નકારી શકાતી નથી.

જેમાં ભાજપના જે તે રાજ્યોના પ્રભારીઓ જે તે રાજ્યોની રાજકીય તાસીર મુજબ હિંદુત્વના એજન્ડાને આગળ ધરે અને ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી પોતે વિકાસ અને ગુજરાત મોડેલના નામે અન્ય જાતિ-ધર્મના મતદારોને પણ આકર્ષિ‌ત કરતાં રહે તેવી રણનીતિને અમલમાં મૂકવાની બાબતને પણ લીલીઝંડી અપાશે એમ મનાય છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ