ભાજપ-કોંગ્રેસની રસપ્રદ રસાકસી, ઠાકોર સમાજને આકર્ષવા પક્ષોની ખેંચતાણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-પાટણમાં ઠાકોર સમાજને આકર્ષવા બંને પક્ષોની ખેંચતાણ
-કોંગ્રેસના ખાતામાં
પડેલી પાટણ બેઠકને ભાજપ કોઇપણ ભોગે જીતવા માંગે છે

ઠાકોર સમાજના ૨પ ટકા જેટલા મતોથી આ બેઠક જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે ઠાકોર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી પહેલાના અંતિમ દિવસોમાં આ બેઠક ઉપર બંને પક્ષો વચ્ચેની રસાકસી ભારે રસપ્રદ બની છે. હાલ કોંગ્રેસના ખાતામાં પડેલી પાટણ બેઠકને ભાજપ કોઇપણ ભોગે જીતવા માંગે છે ભાજપે આ બેઠક કબ્જે કરવા માટે સરકારના રાજ્યકક્ષાના મંત્રી લીલાધર વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે.
જ્યારે કોંગ્રેસે ઠાકોર સમાજનું મજબૂત પીઠબળ ધરાવતા ભાવસિંહ રાઠોડને પસંદ કર્યા છે. કોંગ્રેસમાં ભાવસિંહને પાર્ટીના જ હાલના સાંસદ જગદિશ ઠાકોરની નારાજગીનો સામનો કરવો પડયો હતો પરંતુ હાલ બંને નેતાઓ એકસાથે પ્રચારમાં જોવા મળે છે. લીલાધર તરફે ભાજપનું સંગઠન અને મોદીનું લેબલ છે જ્યારે ઠાકોર સમાજમાં દાતા તરીકેની ઇમેજથી ભાવસિંહનું પલડું ભારે છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...