તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈશરત એન્કાઉન્ટર કેસઃ કોંગ્રેસ- ભાજપની આમને-સામને તીખી પ્રતિક્રિયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસની પ્રતિક્રિયા: મુખ્યમંત્રીની રાજકીય ઊંચાઇ વધારવાનું ષડ્યંત્ર

કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ૨૦૦૩થી સતત ત્રણ વર્ષ સુધી ૨૨ નકલી એન્કાઉન્ટર થયા હતા. દરેકમાં એક જ સ્ટોરી આવી હતી. નકલી એન્કાઉન્ટરમાં માર્યા જનાર તમામ ત્રાસવાદી, લશ્કરે તોઇબાના આતંકવાદી, દાઉદના માણસો અને આઇએસઆઇના એજન્ટ હતા તેવું કહીંને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રીને ત્રાસવાદી સામે લડે છે એટલે તેમને મારવા આવ્યા હતા તેવી જાહેરાત કરાઇ હતી.

એન્કાઉન્ટરમાં પહેલી વખત વણઝારા સહિ‌તના અધિકારીઓની ધરપકડ થઇ ત્યારપછી આજદિન સુધી એકપણ એન્કાઉન્ટર થયા નથી. ન્યાયમૂર્તિ‌ તમાંગે અહેવાલ આપ્યો હતો કે રાજ્યના મુખ્યમંત્રીની રાજકીય ઊંચાઇ વધારવા એન્કાઉન્ટર થયા

હાઇર્કોટેમાં એસઆઇટીએ છ અહેવાલો આપ્યા અને તે અહેવાલોની વાત હાઇર્કોટે માની અને સીબીઆઈને સતીષ વર્માની મદદ લેવાની મંજૂરી આપી. મોદી વાત કરે છે કે સીબીઆઇ હેરાન કરે છે, પણ રાજ્ય સરકારે જ સીબીઆઇની તપાસ સામે વાંધો નથી, સતીષ વર્માની તપાસ સામે વાંધો છે તેવું એફિડેવિટ કરીને કહ્યું છે.