નાભી પર કંકુ-સોપારી મૂકી પૂજા કરી, દુ:ખ દુર કરવાના બહાને ભુવાએ આચર્યું દુષ્કર્મ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દુ:ખ દૂર કરવાના બહાને કડીના ભુવાએ યુવતી સાથે દૂષ્કર્મ આચર્યુ
- ઝડપી લેવાયેલા ભુવો સોમાભાઇ પટેલ 3 દિવસના રિમાન્ડ પર

કલોલ: કલોલ તાલુકાના એક ગામાં રહી દોરા-ધાગા કરતા ભૂવાએ પડોશમાં રહેતી યુવતીને દુ:ખ દૂર કરવાના બહાને ફોસલાવી પ઼ટાવી તેની સાથે દૂષ્કૃત્ય આચર્યુ હતું. આ અંગેની પોલીસ ફરિયાદ સાંતેજ પોલીસ મથકમાં નોંધાઇ હતી. તેની ગંભીરતાને લક્ષમાં લઇ પીઆઇ બી.એન દવેએ આરોપી ભૂવાને ઝડપી લઇ 3 દિવસના રિમાન્ડ ઉપર મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે સોમાભાઇ કચરાભાઇ પટેલ (મૂળ રહે- જાસલપુર, તાલુકો- કડી) તાલુકાના એક ગામમાં ઘંડી ચલાવતો હતો અને એકલો રહેતો હતો. તે ગામના લોકોને એવા ભ્રમમાં રાખતો હતો કે તે મેલડી માતાજીનો ભુવો છે અને બાધા આપી દુ:ખ દૂર કરવાનું કામ કરે છે. તેવો પ્રાચાર કરી અનેક પરિવારો સાથે તેણે ધરોબો કેળવ્યો હતો. બનાવ અંગે ભોગ બનેલી ગામની 20 વર્ષની યુવતી રેખા (નામ બદલ્યુ છે)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયુ છે કે આજથી 10 દિવસ અગાઉ સોમાં પટેલે મને તેની ગંટી ઉપર બોલાવી હતી.
આગળ વાંચો પીડિતા સાથે શું કર્યું ભુવાએ