• Gujarati News
  • Battle Of Lokayukta, Gujarat Government Will Do Curative Application

લોકાયુક્ત મામલે જંગ: ગુજરાત સરકાર ક્યુરેટિવ એપ્લિકેશન કરશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લોકાયુક્ત મામલે જંગ: સુપ્રીમે રિવ્યૂ પિટિશન ફગાવ્યા પછી પણ રાજ્ય સરકાર તમામ કાનૂની વિકલ્પો અજમાવી લેવા માગે છે
- રાજ્ય સરકારે હજુ પણ લોકાયુક્ત આર.એ. મહેતાનો સંપર્ક કર્યો નથી


સુપ્રીમ ર્કોટે રિવ્યૂ પિટિશન ફગાવી દીધા પછી લોકાયુક્ત મામલે ફસાઈ ગયેલી ગુજરાત સરકાર હજુ પણ તમામ કાનૂની ઉપાયો અજમાવી લેવા માગે છે. ગુજરાત સરકાર તરફથી સોમવારે સુપ્રીમ ર્કોટમાં કયુરેટિવ એપ્લિકેશન દાખલ કરવા અંગેનો નિર્ણય કરાયો છે. બીજી તરફ હજુ સુધી લોકાયુક્ત તરીકે નિમણૂક પામેલા નિવૃત્ત ન્યાયમૂર્તિ‌ આર.એ. મહેતાને પણ વિધિવત રીતે લોકાયુક્તનો હવાલો સંભાળી લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું નહીં હોવાથી ખુદ તેઓ પણ આ બાબતે અંધારામાં છે.

લોકાયુક્તની નિમણૂક અંગેની ગુજરાતની રિવ્યૂ પિટિશન રદ કરી નાંખવાના સુપ્રીમ ર્કોટના ચુકાદાએ સરકારની ઊંઘ ઉડાડી દીધી હતી અને આ મામલે હવે શું થશે તે અંગે રાજકારણીઓથી માંડીને શહેરમાં દિવસભર ટોક ઓફ ધી ટાઉન બની રહ્યો હતો. જો કે ગુજરાત સરકારે કાનૂની નિષ્ણાતો સાથે ચર્ચા-પરામર્શ કર્યા બાદ મોડી સાંજે ઉક્ત બાબતનો નિર્ણય જાહેર કર્યો છે.

કાનૂની નિષ્ણાતો સાથે શું ચર્ચા

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે સરકાર પાસે કયા વિકલ્પો છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એક કયુરેટિવ એપ્લિકેશન અને બીજું વિધાનસભામાં લોકાયુક્તનું સુધારા બિલ-૨૦૧૩ લાવી શકાય. ચર્ચા-વિચારણાના અંતે સરકારે સુપ્રીમ કોર્ટમાં કયુરેટિવ એપ્લિકેશન કરવા અંગેનો નિર્ણય કર્યો હતો.

કોર્ટ જે હુક્મ કરે તે મને મંજૂર છે

લોકાયુક્તના મામલે ગુજરાત સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરાઈ હતી. તેમાં નિવૃત્ત ન્યાયમૂર્તિ‌ આર.એ. મહેતાને પક્ષકાર બનાવાયા હોવાથી તેમને પણ સુપ્રીમ તરફથી નોટિસ આવી હતી. પરંતુ તેમણે કોઇ વકીલ મારફતે હાજર થવાનું ટાળ્યું હતું અને નોટિસની બજવણી વખતે જ તેમણે નોટિસની નીચેના ભાગમાં જ મારે કાંઇ કહેવાનું નથી. કોર્ટ જે નક્કી કરે તે મને મંજૂર છે તેવું લખીને મોકલી આપ્યું હતું.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...