તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Banglore Girls Team Wins In National Kho Kho Championship 2014

નેશનલ કક્ષાની ગર્લ્સ ખો-ખોમાં બેગ્લોરની ગર્લ્સ ટીમ ચેમ્પીયન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: ગર્લ્સ ખો-ખો ચેમ્પીયનશીપની યોજાયેલી ફાઇનલમાં બેગ્લોરની ટીમે જબલપુર સામે ઉત્કૃષ્ટ દેખાવ કરી ચેમ્પીયનશીપની ટ્રોફી કબજે કરી હતી.)

-જબલપુર ગર્લ્સ ટીમ સામે 7-4 પોઇન્ટથી વિજય મેળવ્યો

ગાંધીનગર: ગાંધીનગરમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડીયાનાં ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી નેશનલ કક્ષાની અન્ડર 19 ગર્લ્સ ખો-ખો સ્પર્ધામાં સોમવારે બેગ્લોર ગર્લ્સ તથા જબલપુર ગર્લ્સની ટીમો સામે સામે ટકરાઇ હતી. જેમાં બેગ્લોર ગર્લ્સની ટીમે જબલપુર ગર્લ્સની ટીમનાં 4 પોઇન્ટ સામે 7 પોઇન્ટ કરીને 3 પોઇન્ટસથી વિજય મેળવ્યો હતો. આ ચેમ્પીયનશીપમાં દેશનાં 22 રાજ્યોમાંથી કુલ મળી 264 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
સરકારીનગરી ગણાતાં ગાંધીનગરમાં સ્પોર્ટને લગતી સુવિધાઓ વધવાની સાથે સાથે ખેલનગરી બનવા લાગી છે. કેન્દ્રીંય વિદ્યાલય સંગઠન દ્વારા શહેરનાં સેકટર 15માં આવેલા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડીયાનાં ગ્રાઉન્ડ ખાતે તા 3થી તા 6 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની અન્ડર 19 ગર્લ્સ ખો-ખો ચેમ્પીયનશીપ 2014નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ટુર્નામેન્ટમાં દેશનાં જુદા જુદા 22 રાજયોમાંથી 264 ગર્લ્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાત ગર્લ્સ ટીમનો દેખાવ સામાન્ય રહ્યો હતો. રવિવારે યોજાયેલી સેમીફાઇનલમાં બેગ્લોર તથા અર્નાકુલમ વચ્ચેની મેચમાં બેગ્લોર ગર્લ્સ વિજય મેળવી તથા ચેન્નઇ તથા જબલપુર વચ્ચે રમાયેલી મેચમાં જબલપુરની ટીમે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સોમવારે સવારે બેગ્લોર ગર્લ્સ તથા જબલપુર ગર્લ્સની ટીમે વચ્ચે રમાયેલી ફાઇનલમાં જબલપુરની ટીમ 3 પોઇન્ટ કરી શકી હતી. જેની સામે બેગ્લોર ગર્લ્સની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરીને જબલપુર સામે 3 પોઇન્ટથી જીત મેળવી ચેમ્પીયન ટ્રોફી કબજે કરી હતી. જયારે જબલપુર ગર્લ્સની ટીમે બિજા નંબરે રહી હતી. જયારે સેમીફાઇનલમાં બંને હારેલી ટીમ અર્નાકુલમ તથા ચેન્નઇ વચ્ચે સેક્ન્ડ રનર્સ અપ માટે યોજાયેલી મેચમાં ચેન્નઇની ટીમે જીત મેળવીને ત્રિજુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. રાષ્ટ્રીય કક્ષાની આ ખો-ખો સ્પર્ધામાં ચેમ્પીયન, રનર્સ અપ તથા સેકન્ડ રનર્સ અપ ટીમને ટ્રોફી તથા મેડલ્સ આપીને સન્માનીત કરવામાં આવી હતી. આ પ્રસંગે કેવીએસ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડીયાનાં અધિકારીઓ સહિત વિવિધ રમતોનાં નેશનલ કોચ હાજર રહ્યા હતા.

ખો ખો ચેમ્પિયનશીપની વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરતા જાઓ...(તસવીરો: જગમાલ સોલંકી)