પ્રાતિંયામાં પાણી મામલે સરપંચનાં પરીવાર પર હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રાતિયાના સરપંચના પરિવાર પર ૧૧ શખ્સોનો ઘાતકી હુમલો
- ૬ ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયા ડીવાયએસપીને તપાસ સોંપાઇ

ગાંધીનગર તાલુકાનાં ચિલોડા પાસે આવેલા પ્રાતિયા ગામે પાણીની સમસ્યા બાબતે કેટલાક શખ્સોએ સરપંચનાં પરીવાર પર લાકડી જેવા હથીયારો વડે હુમલો કરતા અફડાતફડી મચી ગઇ હતી. આ ઘટનામાં ઘાયલ સરપંચ સહિ‌તનાં પરીવારજનોને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા હતા. ડભોડા પોલીસે આ બનાવમાં સરપંચની ફરીયાદ નોંધીને ડીવાયએસપીએ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાતિયાનાં સરપંચ કિશોરભાઇ આત્મારામ પરમાર દ્વારા ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરીયાદ મુજબ ગુરૂવારે કિશોરભાઇ પોતાનાં ઘેર હતા ત્યારે ગામનાં બે શખ્સો શૈલેષ શંકરભાઇ પટેલ તથા તેનાં પુત્ર કાળુએ પોતાનાં વિસ્તારમાં પાણી ન આવવા બાબતે ગાળાગાળી કરી જ્ઞાતિ વિશે અપમાન જનક શબ્દો કહ્યા હતા. કિશોરભાઇએ તેઓને સમજાવી પાણી નિયમીત અપાતુ હોવાનું તથા જો સમસ્યા હોય તો સાથે આવીને યોગ્ય કરી આપવાની બાંહેધરી આપી હતી. જેના પગલે શૈલેષ તથા કાળુ ચાલ્યા ગયા હતા.
પરંતુ થોડી વારમાં આ બંને શખ્સો અન્ય લોકો સાથે લાકડીઓ લઇને આવી પહોચ્યા હતા. સરપંચ કિશોરભાઇનાં પરીવારજનો સાથે ગાળા ગાળી કરીને માર મારવાનું ચાલુ કરી દીધુ હતું. કિશોરભાઇનાં પરીવારને બચાવવા વચ્ચે પડેલા લોકોને પણ માર મારીને આ શખ્સોનું ટોળુ નાસી ગયુ હતુ. આ હુમલામાં સરપંચ કિશોરભાઇ તેમનાં માતા સહિ‌તનાં ૬ જેટલા લોકોને ઇજાઓ થતા ગાંધીગનર સિવિલમાં દાખલ કરાયા હતા. આ ઘટનામાં કિશોરભાઇ દ્વારા ૧૧ શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આ દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...