મહિલાઓને રોમીયોથી રક્ષણ આપવા હેલ્પલાઇન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગાંધીનગર રેન્જનાં તમામ જિલ્લાઓમાં દારૂબંધીની કડક અમલવારી બાદ હવે રેન્જ આઇજી દ્વારા રોમીયોગીરી કરતા તત્વો સામે પગલા લેવા આદેશ કર્યો છે. જે અંતર્ગત ગત દિવસોમાં 3 દિવસીય ડ્રાઇવ યોજી પોલીસની એન્ટી રોમીયો સ્કવોડે ઘણા નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ વ્યવસ્થા કાયમી રાખી મહિલા સુરક્ષાની દિશામાં ચોક્કચ પગલા લેવા ટેલીફોન નંબર પોલીસ દ્રારા જાહેર કરવામાં આવ્યા છે.
ગાંધીનગર રેન્જ આઇજી કચેરીનાં સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતોનુંસાર પોલીસ મહાનીરીક્ષક દ્રારા રાખવામાં આવેલા લોકદરબારમાં કોલેજ, ટ્યુશન કલાસીસ, શાકમાર્કેટ તથા મંદિર જેવા જાહેર સ્થળો પર રોમીયો તત્વો યુવતીઓની તથા મહિલાઓની છેડતી કરતા હોવાની રજુઆત મળી હતી. અસામાજીક તત્વોની આ રોમીયોગીરી અટકાવવા ગત તા 13મી માર્ચથી 2જી એપ્રિલ દરમિયાન આઇજી હસમુખ પટેલની સુચનાનાં પગલે રેન્જનાં ગાંધીનગર, સાંબરકાઠા, અરવલ્લી તથા મહેસાણા જિલ્લા પોલીસ દ્રારા ખાસ ડ્રાઇવ રાખવામાં આવી હતી.
જેમાં પોલીસે એન્ટી રોમીયો સ્કવોડ બનાવી કેટલાંક શખ્સો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે રેન્જનાં તમામ જિલ્લાઓમાં રોમીયો તત્વોને જેર કરવા ટેલીફોનીક ફરીયાદ નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં નાગરીકો પોતાનાં વિસ્તારમાં હેરાન કરતા આવા તત્વો સામે પોલીસ દ્વારા જાહેર કરવામાં નંબર પર ફોન કરી જાણ કરી શકશે. પોલીસને માહિતી કે ફરીયાદ આપનાર મહિલાઓને પોલીસ દ્રારા કોઇ જાતની પરેશાની કે પુછપરછ નહી કરવામાં આવે. સાથો સાથે પોલીસને માહિતી આપનાર મહિલાનું નામ પણ જાહેર કરવામાં આવશે નહી.

પોલીસ દ્રારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર

જિલ્લો---- ટેલીફોન નંબર---- ફેક્સ નંબર


ગાંધીનગર---- 079-232 10914---- 079-232 10306
મહેસાણા---- 02762 222133---- 02762 222125
સાબરકાંઠા---- 02772 241303---- 02772 247933
અરવલ્લી---- 02774 248666---- 02774 248406
ગાંધી. રેન્જ---- 079 23260615---- 079 23260615