તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુનાગઢ બાયપાસ વધારીને ૨૦ કિમી કરાતાં ખેડૂતોમાં ભારે રોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૧૦ ગામડાની ૨૨૦ હેકટર ફળદ્રુપ જમીનને અસર થશે

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તૈયાર થઈ રહેલ જૂનાગઢ બાયપાસ રોડ પ્રોજેક્ટ તેના પ્રારંભિક તબક્કાથી જ વિવાદમાં રહ્યો છે. આ પ્રોજેક્ટની પથરેખામાં આવતા સંખ્યાબંધ ખેડૂત પરિવારોને પોતાની જમીન ખોવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને કારણે ખેડૂત પરિવારોએ એકજુથ થઈને તંત્ર સામે આ મુદ્દે બાંયો ચઢાવી છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જૂનાગઢ ૭.૯૫૦ કિ.મી. બાયપાસની પથરેખા પાસ કરાઈ હતી. જેને બદલીને બાદમાં ૨૦ કિ.મી.ની નવી પથરેખા આપવામાં આવતા આ વિવાદ ઊભો થયો છે.

જેમાં નવી પથરેખા મુજબ આ પ્રોજેક્ટને કારણે ૧૦ ગામડાની વચ્ચે થઈ ત્રણ પાક આપતી ૨૨૦ હેકટર ફળદ્રુપ જમીનમાંથી પસાર થાય છે. જેના કારણે ફળદ્રુપ કાપ આપતી જમીનને આનાથી મોટી અસર થનારી છે જેનાથી ખેતી અને ખેડૂત બન્નેને નુકસાન થનાર છે અને ૨૫૦ જેટલા ખેડૂત પરિવારોને એની અસર થશે.

આ મુદ્દે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ગુજરાત લોકસમિતિના અધ્યક્ષ અને પ્રખર ગાંધીવાદી ચીનુભાઈ વૈધ્યને આ અંગે રજુઆત કરાઈ હતી. ત્યારે તેમણે જણાવ્યું હતુંકે, મોદી વિકાસની મોટી મોટી વાતો કરીને લોકોને ભરમાવે છે.

અમારે વળતર નહીં જીવતર જોઈએ: ખેડૂતો
ખેડૂતોની માંગ છેકે, અમારે જમીનના બદલામાં વળતર નહીં અમારે તે અમારું જીવતર જોઈએ છે. અમે વિકાસના વિરોધી નથી પણ જે ખોટી રીતે અન્ય લોકોને લાભ કરાવવા માટે આખો રૂટ બદલીને નવી પથરેખા બનાવી છે જૂનાગઢ બાયપાસની તે અમે નહીં થવા દઈએ.