મોદીનાં પગે પડનારા વિપુલ ચૌધરીનો આરોપઃ ભાગલા પાડોની... નીતિએ બનાવ્યા ‘દિશાવિહીન’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- 'અમૂલ’નો રાજકીય વિવાદ ઘેરો બન્યોઃ ચૌધરીનો 'અંગ્રેજોની નીતિ’ અપનાવવાનો એમડી સામે આક્ષેપ
- વિપુલ ચૌધરીનો 'અંગ્રેજોની નીતિ’ અપનાવવાનો એમડી સામે આક્ષેપ

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(જીસીએમએમએફ)ના બહુમતી સભ્યોના 'અવિશ્વાસ’નો સામનો કરી રહેલા ચેરમેન વિપુલ ચૌધરી અને ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર એમ. એસ. સોઢી વચ્ચે પત્ર યુદ્ધ ચાલ્યું છે. વિપુલ ચૌધરીના વડપણ હેઠળની મહેસાણા દૂધસાગર ડેરીના ઉપાધ્યક્ષે એક પત્રમાં સોઢી 'ભાગલા પાડો અને રાજ કરો’ની 'અંગ્રેજોની નીતિ’ અપનાવી રહ્યા હોવાનો અને કુરિયનના મૃત્યુ બાદ ફેડરેશન 'દિશાવિહીન’ બની ગયું હોવાનો જાહેરમાં આક્ષેપ કર્યો છે.

બીજી તરફ, એમ.એસ. સોઢીએ જણાવ્યું હતું કે, દૂધસાગર ડેરી તરફથી જે પત્ર આવ્યો છે તેમાં તેમણે આ ડેરીની નાણાકીય બાબતો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા અગાઉના પત્રમાં જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા તે વિષે કોઈ જ પ્રતિભાવ આપવામાં નથી આવ્યો. ઉલ્ટાનું અત્યંત મહત્ત્વના મુદ્દાઓ પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ છે. તેમણે એ પણ કહ્યું કે, તેમના દોષનો ટોપલો ફેડરેશનના માથે નાંખવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે.

ફેડરેશનના ચેરમેન ચૌધરી સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ સહકારી રાજકારણ ગરમાયું, સોઢીએ મુદ્દો માથે લીધો આ વાંચવા માટે આગળ ક્લિક કરો...