તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેટ્રો ટ્રેનના પાયાનો પ્રથમ પથ્થરઃ અ'વાદની બાઉન્ડ્રીથી લઈને ગાંધીનગર સુધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોડી કેમ? આજે જ જોઈએ મેટ્રો
- અમદાવાદ મેટ્રોનો શિલાન્યાસ ઓક્ટોબરમાં
- પ્રથમ તબક્કામાં મેટ્રો અમદાવાદની બાઉન્ડ્રી નહીં છોડે: બીજા તબક્કામાં ગાંધીનગર લઈ જવાશે: પ્રથમ તબક્કો જૂન ૨૦૧૬ સુધીમાં પૂરો થશે


છેલ્લા ૨૦૦૩થી શક્યતાદર્શી અહેવાલો,તેના અભ્યાસો અને ચર્ચા-વિચારણાના તબક્કે અટવાયેલો અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ હવે અમલીકરણની દિશામાં આગળ વધે તેવા સંકેત મળ્યા છે.રાજ્ય સરકારે નક્કી કર્યા મુજબ ઓકટોબર-૨૦૧૩ દરમ્યાન તેનું શિલાન્યાસ (પાયાનો પ્રથમ પથ્થર) કરાશે એવી અપેક્ષા મેટ્રો-રેલ પ્રોજેક્ટ અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને નાણા-આરોગ્ય મંત્રી નીતિન પટેલે વ્યક્ત કરી છે.

મેટ્રો રેલના રુટમાં આવતાં કેટલાક ટેકનીકલ પ્રશ્નો હલ કરીને હવે,તેના રુટમાં કેટલાક મહત્વના ફેરફાર કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે,જે મુજબ હવે પ્રથમ તબક્કામાં મેટ્રો રેલ માત્ર અમદાવાદ શહેરની બાઉન્ટ્રી (હદ) માં જ ફરશે.બીજા તબક્કામાં ટ્રેનને અમદાવાદની હદ ઓળંગીને ગાંધીનગર સુધી લઈ જવાશે.પ્રાપ્ત સત્તાવાર જાણકારી મુજબ મેટ્રો રેલનું પ્રથમ તબક્કાનું કામ જૂન-૨૦૧૬ સુધીમાં પૂરું થશે તથા ટ્રેન ઓગષ્ટ-૨૦૧૭ સુધીમાં દોડતી થશે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...