તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Adulterator Packing Edible Oil Trader Sentenced To 1 Year

ખાદ્યતેલનાં પેકિંગમાં ભેળસેળ કરનાર વેપારીને ૧ વર્ષની સજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કલોલ તાલુકાનાં છત્રાલ ગામેથી સીંગતેલનાં પેકિંગનાં નમુના લેવામાં આવ્યા હતા

ગાંધીનગરનાં કલોલ પંથકનાં વેપારીને ખાદ્યતેલનાં પેકિંગમાં ભેળસેળ કરવા બદલ ર્કોટ દ્વારા એક વર્ષની સાદી કદની સજા ફટકારવાની સાથે રૂ. ૧ હજારનો દંડ ભરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વેપારીને ત્યાંથી લેવામાં આવેલા નમુના સરકારી પ્રયોગશાળામા ં પરિક્ષણ દરમિયાન નાપાસ થવાનાં પગલે તંત્ર દ્વારા વેપારી સામે કેસ કરવામાં આવ્યો હતો. ર્કોટના ચૂકાદાનાં પગલે ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરીને વધુ કમાણી કરવાની લાલચમાં રાચતા વેપારીઓ દ્વારા માનવ આરોગ્ય સાથે વ્યાપક ચેડાં કરવામાં આવી રહ્યાંની વાત હવે નવી રહી નથી. આ મામલે સરકારનાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લોક જાગૃતિ કેળવવાના, વેપારીઓને સમજાવવાના ્ને આખરે કાયદેસરની કાર્યવાહી કરવા સહિ‌તનાં ભરવામાં આવી રહેલાં પગલાં છતાં ભેળસેળ કરનારાઓની સંખ્યામાં દેખીતો ઘટાડો થઇ રહ્યો નથી.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ખાદ્ય નિરિક્ષક બી જી પટેલ દ્વારા કલોલ તાલુકાનાં છત્રાલ ગામેથી વેલકમ પ્રોટિન લી.ની બનાવટનાં સરદાર બ્રાન્ડ સીંગતેલનાં પેકિંગનાં નમુના કડી રોડ પર નવનીતભાઇ વાડિલાલ ભાવસારની પેઢીમાંથી લેવામાં આવ્યા હતાં. તેને ચકાસણી માટે સરકારી પ્રયોગશાળામાં મોકલાયા બાદ ત્યાંથી સેમ્પલ ફેઇલનો રિપોર્ટ આવતાં અધિકારી દ્વારા વેપારી સામે ર્કોટ કેસ કરવામાં ાવ્યો હતો.

આ કેસ ચાલી જતાં કલોલ ર્કોટનાં જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા નવનીતભાઇ વાડિલાલ ભાવસાર અને મહેશ કુમાર રમણલાલ મોદીને એક વર્ષની સાદી કેદ ઉપરાંત રૂ. ૧ હજાર દંડ તથા દંડની રકમ ન ભરે તો વધુ ્ેક માસની સાદી કેદ ભોગવવાનો આદેશ કરતો ચૂકાદો આપ્યો હતો. ઉપરાંત ખાદ્ય તેલની ઉત્પાદક પેઢીને પણ રૂ. ૧ હજાર દંડ ભરવાનો આદેશ કર્યો હતો. ર્કોટના આ ચૂકાદાએ સમગ્ર વિસ્તારની વેપારી આલમમાં ચર્ચા જગાવી છે.