તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીલકંઠ સ્વામી સેક્સ કાંડનો આરોપી જેલના હવાલે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલના સઇજ ગામે આવેલા સ્વામીનારાયણ વિશ્વ મંગલ ગુરુકુલના નીલકંઠ સ્વામીને યુવતીઓ પહોંચાડનાર આરોપી મુકેશ ઉર્ફે સલિમ ઉર્ફે પીન્ટુ ગાંડાલાલ પટેલને જેલ હવાલે કરવાના કોર્ટનાં આદેશના પગલે કલોલ પોલીસે તેને સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો.

પોલીસની પૂછપરછમાં તેણે એક જ વખત સ્વામીને યુવતી મોકલાવી હોવાની કબૂલાત આપી હતી. નોંધવું રહેશે કે પોલીસે આ બનાવમાં સ્વામી સહિ‌ત ૭ વ્યક્તિ સામે ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા પછી આ પ્રકરણમાં પકડાયેલા પાંચમા આરોપીને કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યો હતો.